________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
S ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ત્યારે શિષ્ય ફરીને પૂછે છે કે પ્રભો! તે મોક્ષનો ઉપાય શું છે?
તેના ઉત્તરમાં પહેલું સૂત્ર કહ્યું છે કે - 'सम्यग्दर्शनज्ञान-चारित्राणि मोक्षमार्गः।'
અહીં પણ ત્રીજી ઢાળના પહેલા શ્લોકમાં એ જ વાત કરી કેઆતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા-બિન કહિયે; આકુલતા શિવમાંહિ ન તાતેં શિવમગ લાગ્યો ચહિયે.
સુખ એટલે આત્માનો નિરાકુળ સ્વભાવ; આત્માનું પૂર્ણ અતીન્દ્રિયસુખ તેનું નામ મોક્ષ, અને તે જ આત્માનું હિત. લોકો જે બહારનું સુખ કહે છે તે કાંઈ સુખ નથી, વિષયો તરફનું વલણ તે તો આકુળતા છે, દુ:ખ છે. પાપના રાગમાં તો આકુળતા છે ને પુણ્ય તરફના વલણમાં પણ આકુળતા જ છે, એટલે દુઃખ જ છે, તેમાં સુખ નથી. પાપ કે પુણ્ય બંને પ્રકારની આકુળતા વગરનો જે સહજ જ્ઞાનઆનંદમય આત્મ સ્વભાવ, તેમાં એકાગ્ર થતાં જે શાંતનિરાકુળચેતનરસનો અનુભવ થાય તે સુખ છે. આવા સુખની પૂર્ણ પ્રાપ્તિ તેનું નામ મોક્ષ. તેને ઓળખીને તેના માર્ગમાં જીવે લાગવું જોઈએ.
તે મોક્ષનો માર્ગ શું છે? –તો કહે છે કેસમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણ શિવ-મગ સો દ્વિવિધ વિચારો; જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વવહારો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com