Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] પ્રિય પુસ્તક છે ને તેમને તે કંઠસ્થ પણ છે. પૂ. ગુરુદેવના અધ્યાત્મરસ ભરેલાં પ્રવચનોનો લાભ લેતાં લેતાં એકવાર તેમને એવી ભાવના જાગી કે, જો બહુઢાળા ઉપર ગુરુદેવના પ્રવચનો થાય અને તે છપાઈ ને પ્રસિદ્ધ થાય તો સમાજના ઘણા જિજ્ઞાસુઓ તેના ભાવોની સમજણ પામે અને તેની સ્વાધ્યાયને ખરો લાભ મેળવી શકે. –આવી ભાવનાથી તેમણે ગુરુદેવને છહુઢાળા ઉપર પ્રવચનો કરવા વિંનતિ કરી; અને તેના ફળરૂપે છહુઢાળા ઉપર પૂ. ગુરુદેવના આ પ્રવચનો જિજ્ઞાસુઓના હાથમાં આવી રહ્યા છે. પૂ. ગુરુદેવે આ પ્રવચનો દ્વારા છહુઢાળાનું મહત્ત્વ વધાર્યું છે અને તેના ભાવો ખોલીને જિજ્ઞાસુ જીવો ઉપર ઉપકાર કર્યો છે. છહુઢાળાનાં પ્રવચનોનું લગભગ એકહજાર પાનાં જેટલું લખાણ થાય તેમ છે; એટલે જિજ્ઞાસુઓ સુગમતાથી તેનું વાંચન અને પ્રચાર કરી શકે તે માટે છ અધ્યાયના પ્રવચનો છ પુસ્તકરૂપે છપાવવાનું નક્કી કરેલ છે. તેમાંથી આ ત્રીજો પુસ્તક આપના હાથમાં છે; ને બીજાં તૈયાર થાય છે. આ પુસ્તકના રચનાર પં. શ્રી દૌલતરામજી એક કવિ છે. કોઈ કવિમાં માત્ર કાવ્યશક્તિ જ હોય તે પૂરતું નથી, પરંતુ તે કાવ્યશક્તિનો ઉપયોગ એવી પદરચનામાં કરે કે જેનાથી જીવોનું હિત થાય-તે જ ઉત્તમ કવિ છે. સંસારી પ્રાણીઓ વિષયકષાયના શૃંગારરસમાં તો ફસાયેલા છે જ, અને એવા જ શૃંગારરસપોષક કાવ્યો રચનારાં “કુકવિ” ઓ પણ ઘણાય છે, પરંતુ શૃંગારરસથી વિરક્તિ કરાવીને વૈરાગ્યરસને પોષે એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 272