Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 713
________________ ધિ સંભા૧-વિ૦ -ગા. ૮ અમાન ઔષધિઓના સમૂહથી શોભતું મેરૂપવાનું શિખર પણ લાજે, પછી આહધર્મના ઉપસક તે શ્રાવકેએ શ્રીઅરિહંત ભગવંતને વન્દન (ચૈત્યવન્દન) કરીને, વૃષની જેમ આગળ થઈને સ્વયમેવ રથને ખેંઓ (ચલાવ્યો). એમ રથ જ્યારે પ્રતિદિન શહેરમાં ફરતે ત્યારે નગરની સ્ત્રીઓ આવી આવીને રથની ચારે બાજુ પ્રદક્ષિણાથી ફરતી-રાસડા (ગરબા) ગાતી, ચારેય પ્રકારનાં વાછાના નાદપૂર્વક પ્રેક્ષણે (નાચ-નાટક) થતાં અને રથની ચારેય બાજુ શ્રાવિકાવર્ગ સુંદર માંગલિક (ગીત) ગાતે, એમ દરરોજ ઘેર ઘેર પૂજા-સત્કારને પામતે અને ઉત્તમ કેસર વગેરેની સુગંધવાળા પાણીનો છંટકાવવાળી ભૂમિ ઉપર ચાલતો તે રથ અનુક્રમે સંપ્રતિ રાજાના મકાન(મહેલ)ના બારણે આવ્યા, ત્યારે પનસફળના કાંટાની જેમ જેના શરીરની રામરાજી હર્ષથી વિકસ્વર થઈ છે, તે શ્રીસંપ્રતિ પણ રથપૂજા કરવા તૈયાર થયો અને અપૂર્વ આનંદરૂપી સરોવરમાં હંસની જેમ ઝીલતા (આનંદથી નાચતા) તેણે રથમાં શોભતા શ્રીજિનપ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી.” વગેરે. મહાપવાચકીએ પણ પોતાની માતાના મનોરથને પૂર્ણ કરવા અતિ આડંબરપૂર્વક રથયાત્રા કરી હતી. પરમહંતુ રાજ કુમારપાલે કરેલી રથયાત્રામાં તે જણુવ્યું છે કે-“ચૈત્ર મહિનાની (શુકલ) અષ્ટમીને દિવસે ચેથા પ્રહરે અતિ શોભાવાલો રથ જ્યારે થશાળામાંથી નીકળે, ત્યારે અતિ હર્ષથી એકત્ર થયેલા નગરવાસી લોકોએ એકાએક મંગલ રૂપ “જય-જય’ શબ્દ ઉચ્ચા. શ્રીજિનેશ્વરને તે રથ સુવર્ણ હતું, તે ચાલતા મેરૂપર્વત જે દેખાતું હતું, (ઘણો ઉંચે હતે.) ઉપરના મોટા સુવર્ણદંડ ઉપર માટે વિજ ફરકતે હતે તથા છત્ર અને ચામર વગેરેથી અતિશય દીપતો હતો. તે રથ થશાળામાંથી નીકળીને કુમારવિહાર(નામના જિનમંદિર)ના આંગણે આવ્યું, ત્યારે મહાજને અતિ ઠાઠથી સ્નાત્ર-વિલેપન કરીને, પુષ્પહાર-અલંકાર-આભરણ વગેરેથી શણગારેલી (પૂજેલી) શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ને મેટા આડંબરથી તે રથમાં પધરાવી. પછી આગળ વાગતાં વાજીંત્રના નાદથી આકાશને પણ પુરત, જેની આગળ યુવતીઓનાં ટોળેટોળાં આનંદથી નાચે છે, સામંત રાજાઓ-મંત્રીઓ વગેરે (સાજન) જેની સાથે ચાલે છે, તે તે રથ રાજમંદિર તરફ ચાલ્યો, ત્યાં પહોંચ્યા ત્યારે રાજા કુમારપાલે વયમેવ રથમાં વિરાજેલી શ્રીજિનપ્રતિમાનું પટ્ટાંશુક (રેશમી વસ્ત્રો) તથા સુવર્ણનાં આભૂષણે વગેરેથી પૂજન કર્યું અને આગળ અનેક પ્રકારનાં નાટક (નાચ) કરાવ્યાં. એવા મહેત્સવથી રાત્રિ પૂર્ણ કરીને, રથ સિંહદ્વારની બહાર-જેની અનેક વજાઓ પવનથી ફરકતી જાણે નાચ કરી રહી હતી તેવા સુંદર તંબૂમાં આવ્યું, ત્યાં પ્રભાતે રાજાએ સ્વયમેવ ચતુર્વિધ શ્રીસંથ સમક્ષ રથમાં રહેલી જિનપ્રતિમાની ઉત્તમ પૂજા કરીને આરતી પણ કરી (ઉતારી). પછી હાથી જોડેલો એ રથ ઠામઠામ બાંધેલા અનેક પટ્ટમંડપ (વસ્ત્રોના મંડપ)માં રોકાતે શેકાતે (પૂજા) સઘળા નગરમાં ભમે.” વગેરે રથયાત્રાનું સ્વરૂપ જાણવું. ત્રીજી “તીર્થયાત્રા'-તેમાં શ્રી શત્રુંજયગિરિરાજ તથા ગીરનાર વગેરે તીર્થો તથા શ્રીતીર્થ કરેની જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણની ભૂમિએ; તેઓની વિહારભૂમિએ, એ દરેક સ્થળો અનેક ભવ્ય જીને શુભ ભાવ પ્રકટાવવા દ્વારા સંસારસમુદ્રમાંથી તારે છે, માટે તીર્થો કહેવાય છે, ત્યાં સમ્યગદર્શનની શુદ્ધિ માટે શ્રીજિનેશ્વરોને ઉદ્દેશીને વિધિપૂર્વક મહોત્સવ કરશે તે ૩તીર્થયાત્રાકહેવાય છે. તેમાં વિધિ એવો છે કે-મુખ્યતયા પ્રથમ પ્રહાચર્ચપાલન, (ઓછામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762