Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 743
________________ - ~ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા ૬૮ ૪. પુત્રાદિને દીક્ષા અપાવવી-પ્રતિષ્ઠાની જેમ મેટા આડંબર-મહેસવપૂર્વક શ્રીસંધ અને ગુર્વાદિ સર્વને નિમંત્રણ કરીને પિતાના પુત્ર-પુત્રી-ભાઈ-ભત્રીજા આદિ સ્વજનને, મિત્રને કે પરિવારના મનુષ્યને દીક્ષા અપાવવી અને ઉપસ્થાપના (વડી દીક્ષા) પણ કરાવવી. સંભળાય છે કે-કૃષ્ણજી અને ચેડા મહારાજાએ પિતાનાં પુત્ર-પુત્રીઓના પણ વિવાહનો ત્યાગ કર્યો હતે. અને પિતાની પુત્રીઓ વગેરેને તથા બીજા પણ થાવસ્થા (શેઠાણીના) પુત્ર વગેરે (હજારો)ને મોટા આડંબરપૂર્વક દીક્ષાઓ અપાવી હતી. દિક્ષા અપાવવામાં આત્માને ઘણે લાભ છે. કહ્યું છે કે – જે પન્ના થgoon, sળગો ની મ સથરો ના जेसिं कुलंमि जायइ, चारिचधरो महापुत्तो ॥१॥" ભાવાર્થ-“તે માતા-પિતા અને સ્વજન(પિત્રાઈ)વર્ગ ધન્ય છે-કૃતપુન્ય છે, કે જેઓના કુળમાં ચારિત્રરત્નને ધારણ કરનારા મહા ઉત્તમ પુત્રને જન્મ થાય છે.” ૫, ગુરૂની પદસ્થાપના-ગ્ય ગુરૂઓની ગણી, વાચનાચાર્ય વગેરે પદપ્રતિષ્ઠા કરાવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. માટે દીક્ષિત થયેલા પિતાના પુત્ર વગેરેને કે તે તે પદને યોગ્ય હોય તેવા બીજા પણ ગુરૂઓને “શાસનન્નતિ વગેરેના ઉદ્દેશથી સુંદર મહત્સવપૂર્વક તે તે પદપ્રદાન કરાવવું. શાસ્ત્રમાં સંભળાય છે કે–શ્રી અરિહંતદેવના પહેલા સમવસરણમાં શ્રીગણધરને ગણધરપદની સ્થાપના (પ્રતિષ્ઠા) સૌધર્મેન્દ્ર કરાવે છે. મહામંત્રી વસ્તુપાલે પણ એકવીસ આચાર્યભગવતેને આચાર્યપદે સ્થાપન કરાવ્યા હતા. આમ યથાશકય મહત્સવપૂર્વક ગ્ય ગુરૂને પદપ્રદાન કરાવવું એ શ્રાવકનું પાંચમું જન્મકૃત્ય છે. હવે ૬. પુસ્તકો (શાસ્ત્રો) લખાવવાં–શ્રી કપસૂત્ર વગેરે આગમ તથા શ્રીજિનેશ્વરનાં ચરિત્રે આદિ ગ્રંથ ન્યાયપાજિત ધનથી મેળવેલાં સુંદર-ઉત્તમ જાતિનાં પત્ર (તાડપત્ર-કાગદ) વગેરે ઉપર અતિ શુદ્ધ-સ્પષ્ટ અક્ષરોથી (અશુદ્ધિ વગેરે દે ન રહે તેવી કાળજીપૂર્વક) લખાવવાં, દરરોજ મોટા આડંબરપૂર્વક સંવેગી ગીતાર્થ ગુરૂ પાસે પૂજા-અહમાન વગેરે કરીને વંચાવવાં (વ્યાખ્યાન દ્વારા પિતે સાંભળવાં અને બીજા ભવ્ય આત્માઓને સંભળાવવાં.) તથા (ઉપલક્ષણથી) તે તે આગમને વાંચનારા-ભણનારા વગેરે જ્ઞાનગ્રાહી આત્માઓને વસ્ત્ર વગેરે જરૂરી ચીજો આપીને સહાયક થવું, તે શ્રાવકોનું છડું જન્મ કર્તવ્ય છે. કહ્યું છે કે – "ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । श्रृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते मर्त्यदेवशिवशर्म नरा लभन्ते ॥१॥" ભાવાર્થ-“જેઓ જૈનશાસનનાં (જૈનધર્મનાં) પુસ્તકોને લખાવે છે, ગુરૂ પાસે વ્યાખ્યાનદ્વારા વંચાવે છે, પોતે ભણે છે, બીજાને ભણાવે છે, સાંભળે છે અને તેનું રક્ષણ કરવામાં પૂર્ણ આદર ધરાવે છે, તેઓ મનુષ્યનાં, દેવભવનાં અને અન્ત મોક્ષનાં પણ ઉત્તમ સુખને પામે છે.” ઈત્યાદિ હકીક્ત સાત ક્ષેત્રમાં દ્રવ્યવ્યય કરવાના અધિકારમાં (પૃ. ૩૩૬ માં) જણાવી ગયા છીએ. ૭. પૌષધશાળા કરાવવી-જે સ્થળનિષ્પાપ-પવિત્ર હોય અને ધમી મનુષ્પ જ્યાં વસતા હોય, તેવા સ્થલે શ્રાવક વગેરેને પૌષધાદિ ધર્મકાર્યો કરવા માટે (ધર્મશાળા-ઉપાશ્રયરુપ) સર્વ. સાધારણ મકાન બંધાવવું. ધમી શ્રાવક વગેરેને માટે કરાવેલું અને સારી રીતિએ સંભાળેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762