Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 741
________________ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ ધવાળાં ચૂણે (વાસ) વગેરેથી પૂજા કરવી; તેમ જ અનેક પ્રકારની રચનાઓ પણ કરવી. રચના માં બનાવેલા “રમત રમવી, હસવું-ભેટવું' વગેરે અનેક જાતિના ભાવે (ર) દ્વારા ઉત્તમ શોભા વધે તેમ પ્રતિમાની પૂજા કરવી, (અર્થાત શક્તિ અનુસાર સુંદર રચના વગેરેથી પ્રતિમાની શેભા કરવી.), અથવા હાર્દિક ભક્તિના ભરપૂર ભાડેથી (દરેક કરવારૂપ) ભાવ પૂજા કરવી (૩૦). હવે પૂજા પછી શું કરવું? તે કહે છે કે તે પ્રતિમાની સમક્ષ ચિત્યવંદન કરવું તથા ઉત્તરોત્તર જે સ્તુતિઓમાં અક્ષરો વગેરે વધારે હોય તેવી (“નમોસ્તુ વદ્ધમાનાય” કે “સંસારદાવા વગેરે) વૃદ્ધિવાળી સ્તુતિઓથી સ્તુતિ કરવી, શાસનદેવી(દેવ)ની આરાધના માટે ઉપયોગ પૂર્વક સુંદર કાઉસ્સગ્ન કરે, તેમાં “લોગસ્સ’ ચિંતવ અથવા પારીને ઉપર પ્રગટ લેગસ કહે અને ઈષ્ટગુરૂ વગેરેનું સ્મરણ કરવું; પછી પ્રતિમાની અથવા પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી, એ પ્રમાણે સઘળે વિધિ કરીને પ્રતિષ્ઠા માટે લગ્નને જે અંશ (સમય) નક્કી કર્યો હોય તે સમયે શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર (નવકારમંત્ર) ગણવાપૂર્વક પ્રતિમાની સ્થાપના કરવી. (૩૨) પ્રતિષ્ઠા પછી પ્રતિમાની પૂજા કરવી, (ચૈત્ય)વંદન કરવું, અને ઉપસર્ગની શાન્તિ નિમિત્તે કાઉ સ્સગ કરે. બીજાઓ કહે છે કે-પ્રતિષ્ઠાદેવીને કાઉસગ્ગ કરે; કાઉસ્સગ પારીને ભાવની (ચિત્તની) સ્થિરતા અથવા ભાવથી સ્થય એટલે આશીર્વાદરૂપ ભાવવચનોના ઉચ્ચારપૂર્વક કરેલી પ્રતિષ્ઠાની સ્થિરતા કરવી (પ્રતિષ્ઠાની સ્થિરતા કરનારા આશીર્વચને બોલવાં), આશીર્વચને માટે કહ્યું છે કે-“સિદ્ધો-મેરૂપર્વત-જમ્બુદ્વીપ અને લવણસમુદ્રની ઉપમાવાળી મંગલ ગાથાઓ કહેવી (૩૩) એ ગાથાઓ કહી છે કે- કદ સિદ્ધાળ પા' વગેરે. એને ભાવાર્થ એમ છે કે-જેમ ત્રણ જગતની ઉપરના સિદ્ધશિલા” રૂપ સિદ્ધસ્થાને વિરાજતા સિદ્ધોની પ્રતિષ્ઠા ચંદ્ર-સૂર્ય રહે ત્યાં સુધી શાશ્વતી છે, તેમ આ પણ “વવંદ્વફા' એટલે ચંદ્ર-સૂર્ય રહે ત્યાં સુધી સ્થિર રહો (૩૪). એમ પ્રતિષ્ઠાને મેરૂ પર્વત, જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર વગેરેની ઉપમાથી પણ સ્થિર કરવી; તાત્પર્ય કે-જેમ જમ્બુદ્વીપના મધ્યમાં મેરૂપર્વત “ઘાવ વિવાર્ત' સ્થિર છે, અસં ખ્યાત દ્વીપના મધ્યમાં જમ્બુદ્વીપ “વિચંદ્રવાલી' સ્થિર છે અને અસંખ્યાત સમુદ્રોમાં લવણસમુદ્ર “રાવજવંદવિવારે' સ્થિર છે, તેમ આ પ્રતિષ્ઠા પણ ત્યાં સુધી સ્થિર રહે! તદુપરાન્ત બીજી પણ માંગલિક ગાથાઓ બોલવામાં નિષેધ નથી, કારણ કે-આવાં માંગલિક આશીવચને પ્રતિષ્ઠા સમયે (વધારે બોલવાં) વધારે કલ્યાણકારી છે, એમ શાસ્ત્રના જ્ઞાતાઓએ જોયું છે. (૩૫).” વળી પ્રતિષ્ઠા વખતે શ્રી જિનપ્રતિમાને કરાતા સ્નાત્ર(અભિષેક)થી જિનેશ્વરોની જન્મઅવસ્થાને, ફળ-નવેદ-પુષ્પ-વિલેપન–સંગીત વગેરેથી કરાતી પૂજા દ્વારા તેઓની “કોમાર્ય વગેરે ગૃહસ્થાવાસની ઉત્તર ઉત્તર અવસ્થાઓને, છદ્મસ્થપણાનાં સૂચક વોથી શરીર આચછાદિત કરવું, વગેરે અધિવાસના દ્વારા તેઓની શુદ્ધ ચારિત્ર-અવસ્થાને, નેત્ર ઉઘાડવાથી (નેત્રમાં અંજન કરવાથી) કેવલજ્ઞાન પ્રગટ થયું તે અવસ્થાને અને તે પછી સર્વ પ્રકારની પૂજા કરતી વેળાએ જિનેશ્વરની સમવસર-અવસ્થાને ચિંતવવી, એમ “શ્રાદ્ધસામાચારી’ની ટીકામાં કહેલું છે. હવે પ્રતિષ્ઠા કર્યા પછી શું કરવું ? તે જણાવે છે કે “ સીપ સંઘાણા, વિરેસફૂગાર શાખા પ્રસTI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762