Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 738
________________ - - - પ્રઃ ૪-જન્મકૃત્ય-શ્રી જિનબિમ્બને તથા તેની પ્રાણપ્રતિષ્ઠાને વિધિ]. ૬૮૫ (ચુને વગેરે) લેપની બનાવેલી, કેઈ પણ જાતના પાષાણની, હાથીદાંતની કે ચંદનાદિ કાષ્ટની તથા લોહની બનાવેલી કે પરિવાર (પરિકર) વિનાની અથવા પ્રમાણુરહિત પ્રતિમા ઘરમાં પૂજવી નહિ. ઘરદેરાસરમાં જિનપ્રતિમાની આગળ બલિ(નૈવેદ્ય)પૂજા કરવી નહિ, પણ હંમેશાં ભાવથી સ્નાત્ર (પ્રક્ષાલ) અને ત્રિકાળ પૂજન કરવું. (૧ થી ૬)” | મુખ્યવૃત્તિએ તે જિનપ્રતિમાઓ પરિકરવાળી, તિલક-આભરણ–વસ્ત્રાદિયુક્ત (કચ્છ-કદોરાકુંડલ-બાજુબંધ-કંકણુ વગેરેની તથા ભાલમાં તિલક વગેરેની આકૃતિ સહિત) કરાવવી તેમાં પણ મૂળનાયકજીની પ્રતિમા તે અવશ્ય તેવા પરિકર-આભરણાદિથી યુક્ત બનાવવી, કારણ કે-તેથી જ તે શોભાવાળી બને અને તેનાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ઉપાર્જન થાય. કહ્યું છે કે " पासाईआ पडिमा, लक्खणजुत्ता समत्थलंकरणा। जह पलहाएइ मणं, तह निज्जरमो विप्राणाहि ॥१॥" ભાવાર્થ–“સંપૂર્ણ લક્ષણવાળી તથા સઘળા અલંકારોથી યુક્ત પ્રસન્નતા પ્રગટાવે તેવી મનહર જિનપ્રતિમા દર્શન કરનારના મનમાં જેમ જેમ વધારે આલાદ ઉપજાવે, તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય-એમ સમજવું.” જન્મકૃત્યમાં “જિનબિમ્બ” નામનું આ બીજું કૃત્ય કહ્યું, હવે ત્રીજું કૃત્ય કહે છે. ૩. શ્રી જિનબિમ્બની પ્રતિષ્ઠા કરાવવી ઉપરોક્ત વિધિપૂર્વક તૈયાર થયેલા શ્રી જિનબિમ્બની પ્રતિષ્ઠા તૂર્ત કરાવવી. ડિકમાં કહ્યું છે કે નિદાનાં વહુ, વિવિશ્વોદિતા પતિઝાડNTI શવિખ્યાત, સ ર ત્રિવિધા સમાન શા” (તિષ્ઠા ૦૨) ભાવાર્થ–“એ પ્રમાણે (વિધિથી તૈયાર કરાવેલા શ્રીજિનબિમ્બની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર (જદી) કરાવવી. તે પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારે છે.” વ્યક્તિપ્રતિષ્ઠા આદિ આ ત્રણ પ્રકારે (પૃ. ૩૬૪માં) કહેવાઈ ગયા છે. કહ્યું પણ છે કે “ વત્ત(ત્તિ) ઉદ્દા , સિત્તપા માફી ચા एगचउवीससत्तरि-सयाण सा होइ अणुकमसो॥१॥" (चैत्य००मा० ३५) ભાવાર્થ–“અનુક્રમે એક જિનની મૂર્તિ તે વ્યક્તિ પ્રતિષ્ઠા, વીસીની-વીસ મૂતિઓનો એક પદ તે ક્ષેત્રપ્રતિષ્ઠા અને એક સિત્તેર બિઓનો સમગ્ર એક પટ્ટ તે મહા પ્રતિષ્ઠા કહેવાય છે. પ્રતિષ્ઠા પહેલાં પ્રતિષ્ઠામાં ઉપયોગી સર્વ પ્રકારનાં ઉપકરણે (સાધન) મેળવવાં, જુદા જુદા ૧૧. સુવર્ણ–રજત-તામ્ર–પત્ત-કાંસુ–સસું-જમત-અને ખંડ એ આઠને લેહ કહેલું છે, પિત્તલ-રજત-સુવર્ણ-અને રન વગેરેની પ્રતિમા ઘરમાં પૂજવાનું વિધાન છે, શીલ્પશાસ્ત્રમાં પણ લેહની પ્રતિમા કહી છે અને લોખંડના સ્પર્શથી પ્રતિમાનું અંજન નાશ પામે છે' એમ પ્રસિદ્ધિ છે. શ્રીમુનિ સુવ્રતસ્વામિના ચરિત્રમાં સર્ગ૬, શ્લ૦ ૩૫-૩૬ માં “દાંત કાષ્ટ-પત્થર અને લેહની પ્રતિમા ઘરમંદિરમાં કુળનાશક કહીને 'કાઈ લેહની પ્રતિમા પણ ઈચ્છે છે” એમ જણાવ્યું છે” એથી અહીં લેહ' શબ્દથી લખંડ સિવાય “જસત–સીસું” વગેરે સંભવે છે તે પણ આ વિષયના અનુભવિઓ પાસેથી એનું વિશેષ સમાધાન મેળવવું જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762