Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય નિવેદન પ.પૂ. આચાર્યભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય આચાર્યભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલ અમારું આ ટ્રસ્ટ આજ સુધીમાં બાર જેટલાં ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવા ભાગ્યશાળી બન્યું છે. જ્ઞાનમાર્ગથી ઘણા દૂર હોવા છતાં સમ્યજ્ઞાનની ભક્તિ અને રુચિને કારણે અમોએ આ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે અને પૂજ્યશ્રી તથા તેઓના શિષ્ય પરિવાર દ્વારા નિર્મિત તથા સંપાદિત ઉત્તમ ગ્રંથો આ ટ્રસ્ટના માધ્યમથી અમો આપી શક્યા છીએ. એ શ્રેણીમાં આ તેરમા પુસ્તકનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે પૂજ્યપાદ ગુરુભગવંતોની કૃપાથી આવા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમારા ટ્રસ્ટને મળતો રહે. શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાના ટ્રસ્ટીગણ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 310