________________
પ્રકાશકીય નિવેદન પ.પૂ. આચાર્યભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય આચાર્યભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલ અમારું આ ટ્રસ્ટ આજ સુધીમાં બાર જેટલાં ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવા ભાગ્યશાળી બન્યું છે. જ્ઞાનમાર્ગથી ઘણા દૂર હોવા છતાં સમ્યજ્ઞાનની ભક્તિ અને રુચિને કારણે અમોએ આ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે અને પૂજ્યશ્રી તથા તેઓના શિષ્ય પરિવાર દ્વારા નિર્મિત તથા સંપાદિત ઉત્તમ ગ્રંથો આ ટ્રસ્ટના માધ્યમથી અમો આપી શક્યા છીએ. એ શ્રેણીમાં આ તેરમા પુસ્તકનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે પૂજ્યપાદ ગુરુભગવંતોની કૃપાથી આવા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમારા ટ્રસ્ટને મળતો રહે.
શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાના ટ્રસ્ટીગણ