Book Title: Dada Shree Jinkushalsuri Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta Publisher: Shravak Sangh View full book textPage 5
________________ સજજને ! સમાજને એ કઈ મનુષ્ય વિરલ જ હશે કે જેણે દાદાસાહેબનું નામ સાંભળ્યો ન હશે, કારણ? તેઓશ્રીએ મનુષ્ય જીવનમાં રહી વિશેષતઃ વિશુદ્ધચારિત્ર બળે, યથાવત્સએપદેશના બળે તેમજ કવચિત તથાવિધિ પૂર્વભવાર્જિત પુણ્યના યોગે પ્રાપ્ત થયેલ વિવિધ ચમત્કારના બળે લાખના પ્રમાણમાં અને જૈન ધર્મને બંધ આપીને જૈન ધર્મનુયાયી બનાવ્યા. એટલું જ નહીં પણ તેમને બધાને સ્વસ્વ જાતિ પાંતિને સંબંધ છેડાવીને જૈનધર્માનુયાયી એસવાળ જાતિની સાથે સબંધ જોડાવી જૈન સમાજની સદાને માટે ખૂબજ અભિવૃદ્ધિ કરી અને તે વડે મહામાં મહાન શાસન પ્રભાવના કરીને મહાન શાસન પ્રભાવક તરીકેની ખ્યાતિને પ્રાપ્ત થયા હતા. અને સ્વર્ગવાસી થયા પછી પણ જે જે ભક્તજને સાચી શ્રદ્ધાએ સેવાભકિત અર્ચન પૂજન સાથે સ્મરણ કરે છે તેમને સંકટથી મુકત થવામાં વગર વિલંબે અચૂક સહાયક બને છે, એટલે દેશ દેશમાં શું પણ શહેરે શહેરમાં એમના ચરણ પાદુકાઓ મૂર્તિઓ સ્થાપિત છે. હિંદભરમાં ભાગ્યે જ કોઈ શહેર દાદાવાડીથી વા અન્ય કોઈ પણ સ્થાને દાદાસાહેબના ચરણદિની સ્થાપનાથી રહિત હોય, એટલે તત્તસ્થળે વગર ભિન્નતાએ શું તો દેરાવાસી અને શું સ્થાનકવાસીઓ યાવતુતેરાપંથીઓ સુધાં પણ અટલ શ્રધ્ધાએ ભકિતપૂર્ણ ભાવે એઓશ્રીના ચરણાદિની પૂજા ભકિત કરીને સ્વકામના સફળ કરે છે. આ ભકતજનોએ આવા મહાન શાસન પ્રભાવક આચાર્યોનું જીવન ચરિત્ર જાણી તેમની અતુલ્ય શાસન-પ્રભાવકતા આદિ વિશિષ્ટ ગુણોનું સ્મરણ કરવું અત્યાવશ્યક છે. આ વાતને લક્ષમાં લઇને બીકાને (રાજસ્થાન) નિવાસી ઈતિહાસ તત્ત્વના પ્રખર અનુભવી નિરંતર સાહિત્ય સેવા રસિક શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ ઉપયુંકત ચારે દાદા ગુરૂદેવના જીવન ચરિત્રે ઐતિહાસિક તધ્યાવેષણપૂર્ણ તઈયાર કરી પ્રકાશિત કર્યા છે. તેમાંથી દાદા શ્રીજિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 128