Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય વકતવ્ય પ્રિય સજજને ! શાસનનાયક ભગવાન શ્રી મહાવીર દેવના પાછળ આ પંચમ કાળમાં એવા મહાન ધરધર શાસન પ્રભાવક આચાર્યો સેંકડે નહીં, બલકે હજારે થઈ ગયા છે કે જેમણે જેને શાસનની વિવિધ પ્રકારે એકથી અધિક મહાન પ્રભાવના કરી છે. જેમાં આ ચાર આચાર્યોનું સ્થાન બહુ ઉંચું છે. તેમાં પહેલા અંબિકાદેવી પ્રદત્ત યુગપ્રધાન પદથી વિભૂષિત આ શ્રીજિનદત્તસૂરિ મહારાજ કે જેમણે પિતાના સાધુ જીવનકાળમાં એક લાખ અને ત્રીસ હજાર અને જૈન ધર્મની દીક્ષા દઇને શ્રાવક કુલમાં દાખલ કર્યા હતા. બીજા મણિધારી શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજ કે જેઓ ઉપર્યુક્ત આ૦ શ્રીજિનદત્તસૂરિજી મહારાજના ખાસ પટ્ટધર શિષ્ય હતા, એઓએ અતિ સ્વલ્પ વયમાં સ્વર્ગવાસી થવા છતાં અનેક જૈનેતરને ઉપદેશાદિ દ્વારા સત્યધર્મને બોધ દઈને જૈનધર્મમાં દાખલ કર્યા હતા. ત્રીજા આચાર્ય શ્રીજિનકુશળસુરિજી કે જેમણે પોતાના અપ્રતિબદ્ધવિહારથી દેશવિદેશમાં વિચરી અનેકો અનેને પણ રનધર્મને તત્વ સમજાવીને પચાસ હજાર નવીન શ્રાવકો બનાવ્યા હતા, અને ચેથા અકબરોપદેશક આ૦ શ્રીજિનચંદ્રસૂરિજી કે જેમણે બાદશાહ અકબરને ઉપદેશ દઈને અષાઢ માસીની અઠાહીના દિવસોમાં સમગ્રહિંદની અંદર સદાને માટે અમારી ઘેષણ કરાવી હતી તેમજ બાદશાહ જહાંગીરના સાવિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી જૈનશાસનની મહાન પ્રભાવના કરી, એટલું જ નહીં, કિંતુ સમગ્ર અન્ય ધર્માવલંબી સાધુ સંતો પર પણ મહાન ઉપકાર કર્યો હતો, એ ચારે આચાર્યો આખા જૈન સમાજમાં દાદાસાહેબના નામથી અતિ ખ્યાતિપ્રાપ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 128