________________
પ્રશ્ન-૨ સમાસ કઈ રીતે કરાય ?
ઉત્તર-૨ સમાસ બે કે તેથી વધારે પદોનો હોય છે તેમાં છેલ્લું જે પદ હોય એને ઉત્તરપદ કહેવાય... અને એની પહેલાંનાં બધા પદોને પૂર્વપદ કહેવાય... સમાસ કરતી વેળાએ પૂર્વપદોમાં રહેલી (અર્થ મુજબ લાગેલી) તે તે વિભક્તિઓનો લોપ કરીને છેલ્લા પદને તે તે સમાસની વિધિ પ્રમાણે યથાયોગ્ય રીતે વિભક્તિ લગાડીને બનાવી શકાય છે તેનાં ઉદાહરણો તે તે સમાસનાં વિવેચનમાં બતાવવામાં આવશે.
પ્રશ્ન-૩ વિગ્રહ એટલે શું ? વિગ્રહ કેવી રીતે કરાય ? .
ઉત્તર-૩ સમાસમાં રહેલાં બધા પદોને અર્થ પ્રમાણે વિભક્તિ લગાડીને છુટા કરીને બતાવવા તે વિગ્રહ કહેવાય.. દરેક સમાસ (દ્વન્દ્વ - બહુવ્રીહિ વિ.)નાં વિગ્રહોની રીત અલગ અલગ છે તે તે સમાસની સમજૂતિમાં બતાવાશે.
પ્રશ્ન-૪ સમાસનાં કઈ દૃષ્ટિએ કેટલા પ્રકારો થાય ? ક્યા ક્યા ?
ઉત્તર-૪ સમાસમાં મુખ્ય ચાર પ્રકાર છે તે આ પાઠમાં બતાવેલ છે. એ સિવાય વિભક્તિની દૃષ્ટિએ સમાસનાં બે પ્રકાર છે (૧) લુપ્ સમાસ (૨) અલ્પ્ સમાસ...(૧) અલ્પ્ .સમાસ સામાન્યરીતે કોઈ પણ સમાસ કરીએ ત્યારે દરેક પદોની વિભક્તિનો લોપ થાય છે. એ રીતે જ્યાં સમાસમાં આવતાં પદોની વિભક્તિનો લોપ થઈને સમાસ થાય એ સમાસને લુપ્સમાસ કહેવાય. દા.ત. રામશ્ર લક્ષ્મળશ્ચ સીતા ૬ રામલક્ષ્મળસીતા: અહીં દરેક પદોની વિભક્તિનો લોપ થયેલો છે માટે એ લુમ્સમાસ કહેવાય.
(૨) અલ્પ્ સમાસ જે સમાસમાં વપરાયેલ પદોની વિભક્તિનો લોપ થતો નથી તેને અણુપ્સમાસ કહેવાય. દા. ત. લેવાનાં પ્રિય:-લેવાનાંપ્રિયઃ (મૂર્ખ) અહીં પૂર્વપદની વિભક્તિનો લોપ થયો નથી માટે તેને અણુપ્સમાસ જાણવો. એ જ રીતે પરભૈવતમ્, આત્મનેપરમ્ વિ.
-
વિગ્રહની દૃષ્ટિએ સમાસ બે પ્રકારે... (૧) નિત્ય સમાસ... (૨) અનિત્ય સમાસ... (૧) નિત્યસમાસ - કેટલાંક સમાસોનો વિગ્રહ પોતાના
૧૪૨
-