Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 169
________________ - (પાઠ-૪૪) પ્રશ્ન-૧ બદ્વીતિ સમાસ કયા અર્થમાં થાય ? તેનો વિગ્રહ-સમાસ કરવાની રીત કઈ ? તેના પ્રકાર કેટલા ? જવાબ-૧ ગુજરાતી ભાષામાં ઘણીવાર આપણે જે વસ્તુ કે વ્યક્તિ જેની પાસે હોય, જેની અંદર હોય એ બતાવવા માટે તે વસ્તુ કે વ્યક્તિવાચક શબ્દની પછી “વાળા” શબ્દનો ઉપયોગ કરીએ છીએ. દા.ત. પ્રતિભાવાળું જિનાલય.. ફૂલોવાળી માળા... પણ પ્રતિમા-ફૂલો વિગેરે શબ્દોની આગળ એક વિશેષણ લાગીને જ્યારે વાક્ય બોલાય ત્યારે આ સમાસ થાય. દા.ત. ઘણા પ્રતિમાજીવાળું જિનાલય.. સુંદર ફૂલોવાળી માળા... ભણતાં સાધુઓવાળો ઉપાશ્રય. આવો અર્થ જ્યાં બતાવાતો હોય ત્યાં બહુવ્રીહી સમાસ કરી શકાય છે. એટલે કે વિશેષણ + વિશેષ્ય.. અને તે વાળું જે હોય તે.. આ રીતેના અર્થમાં સમાસ થતો હોવાથી સહેજે ખ્યાલ આવી જ જાય કે આ આખો સમાસ કોઈનું વિશેષણ બને છે... એટલે આખા સમાસનું પણ એક અલગ વિશેષ્ય હોય છે. એ સમાસનું વિશેષ્ય - જે લિંગ, વચન વિભક્તિ માં હોય છે. તે લિંગવચન/-વિભક્તિમાં આખો સમાસ થાય છે... બીજું બ.વી. સમાસનાં વિગ્રહમાં વિશેષણ-વિશેષ્ય.... ઉપરાંત તત્ સર્વનામનો ઉપયોગ પણ થાય છે. એમાં વિશેષણ-વિશેષ્ય પ્રથમા વિભક્તિમાં આવે, તથા અર્થને અનુસારે ૨-૩-૪-૫-૬-૭ મી વિભક્તિમાં આખા સમાસનાં વિશેષ્યના લિંગ – વચન પ્રમાણે લિંગ-વચનમાં યત્ સર્વનામનું રૂપ મૂકાય છે. તથા વિશેષ્યના લિંગ-વચન પ્રમાણે તત્ સર્વનામનું પ્રથમ વિભક્તિનું રૂપ વપરાય છે. એટલે રચના આ રીતે વિશેષણ + વિશેષ્ય (પ્રથમા વિભ.માં) + ય નું ૨ થી ૭ વિભક્તિનું આખા સમાસના વિશેષ્યને અનુસરતું લિંગ-વચનનું રૂપ + તદ્ નું પ્રથમા વિભક્તિનું આખા સમાસના વિશેષ્યને અનુસરતું લિંગવચનનું રૂપ. આ રીતે બ.વી. સમાસનો વિગ્રહ થાય. ૧૫૮

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206