________________
- (પાઠ-૪૪)
પ્રશ્ન-૧ બદ્વીતિ સમાસ કયા અર્થમાં થાય ? તેનો વિગ્રહ-સમાસ કરવાની રીત કઈ ? તેના પ્રકાર કેટલા ?
જવાબ-૧ ગુજરાતી ભાષામાં ઘણીવાર આપણે જે વસ્તુ કે વ્યક્તિ જેની પાસે હોય, જેની અંદર હોય એ બતાવવા માટે તે વસ્તુ કે વ્યક્તિવાચક શબ્દની પછી “વાળા” શબ્દનો ઉપયોગ કરીએ છીએ.
દા.ત. પ્રતિભાવાળું જિનાલય.. ફૂલોવાળી માળા... પણ પ્રતિમા-ફૂલો વિગેરે શબ્દોની આગળ એક વિશેષણ લાગીને જ્યારે વાક્ય બોલાય ત્યારે આ સમાસ થાય. દા.ત. ઘણા પ્રતિમાજીવાળું જિનાલય.. સુંદર ફૂલોવાળી માળા... ભણતાં સાધુઓવાળો ઉપાશ્રય. આવો અર્થ જ્યાં બતાવાતો હોય ત્યાં બહુવ્રીહી સમાસ કરી શકાય છે. એટલે કે વિશેષણ + વિશેષ્ય.. અને તે વાળું જે હોય તે.. આ રીતેના અર્થમાં સમાસ થતો હોવાથી સહેજે ખ્યાલ આવી જ જાય કે આ આખો સમાસ કોઈનું વિશેષણ બને છે... એટલે આખા સમાસનું પણ એક અલગ વિશેષ્ય હોય છે. એ સમાસનું વિશેષ્ય - જે લિંગ, વચન વિભક્તિ માં હોય છે. તે લિંગવચન/-વિભક્તિમાં આખો સમાસ થાય છે...
બીજું બ.વી. સમાસનાં વિગ્રહમાં વિશેષણ-વિશેષ્ય.... ઉપરાંત તત્ સર્વનામનો ઉપયોગ પણ થાય છે. એમાં વિશેષણ-વિશેષ્ય પ્રથમા વિભક્તિમાં આવે, તથા અર્થને અનુસારે ૨-૩-૪-૫-૬-૭ મી વિભક્તિમાં આખા સમાસનાં વિશેષ્યના લિંગ – વચન પ્રમાણે લિંગ-વચનમાં યત્ સર્વનામનું રૂપ મૂકાય છે. તથા વિશેષ્યના લિંગ-વચન પ્રમાણે તત્ સર્વનામનું પ્રથમ વિભક્તિનું રૂપ વપરાય છે. એટલે રચના આ રીતે વિશેષણ + વિશેષ્ય (પ્રથમા વિભ.માં) + ય નું ૨ થી ૭ વિભક્તિનું આખા સમાસના વિશેષ્યને અનુસરતું લિંગ-વચનનું રૂપ + તદ્ નું પ્રથમા વિભક્તિનું આખા સમાસના વિશેષ્યને અનુસરતું લિંગવચનનું રૂપ. આ રીતે બ.વી. સમાસનો વિગ્રહ થાય.
૧૫૮