Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 43
________________ છંદ ચાર શરણા, દુઃખ હરણા, અવર શરણ નહિ કોય જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલજ્ઞાન દયા તે સુખની વેલડી... દોહરા (સમય હોય તો બોલી શકાય.) દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ અનંતા જીવ મુક્તે ગયા, દયા તણાં ફળ જાણ... હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની ખાણ અનંતા જીવ નરકે ગયા, હિંસા તણાં ફળ જાણ... જીવડા જીવનું જતન કરજે, ઓળખજે આચાર, દોહ્યલી વેળાએ જાણજે, ધર્મ સખાયો થાય... ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય... રાત્રિ ગુમાવી સૂઈને, દિવસ ગુમાવ્યો ખાય, હીરા જેવો મનુષ્ય ભવ, કોડી બદલે જાય... દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર, કરો આરાધો ભાવથી, તો ઊતરશો ભવ પાર... કરો દલાલી ધર્મની, દીસે અધિકી જ્યોત, શ્રી કૃષ્ણ વાસુદેવ જાણવા, જેણે બાંધ્યું તીર્થંકર ગોત્ર... પ્રતિક્રમણ એટલે ભૂલની કબૂલાત. For Private & Personal Use Only Jain Education International 41 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84