Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 63
________________ ( પાઠ ૩૩ : છઠ્ઠા ખામણા ) (શ્રાવક-શ્રાવિકાઓને) છઠ્ઠા ખામણા અઢીદ્વીપ માંહેના સંખ્યાતા, અઢીકાપ બહાર અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓને કરું છું. તે શ્રાવકશ્રાવિકાઓ કેવાં છે? હું થી, તમથી દાને, શીલ, તપે, ભાવે ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં બે, ચાર અને છ પૌષધના કરનાર છે. સમકિત સહિત શ્રાવકના બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે. ત્રણ મનોરથના ચિંતવનાર છે. દુબળા-પાતળા જીવની દયાના આણનાર છે, જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જાણનાર છે. શ્રાવકજીનાં એકવીસ ગુણે સહિત છે. પર ધન પથ્થર બરાબર લેખે છે. પર સ્ત્રી માતબહેન સમાન લેખે છે. દઢધર્મી, પ્રિયધર્મી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે. ધર્મનો રંગ હાડ હાડની મજ્જાએ લાગ્યો છે. એવાં શ્રાવક-શ્રાવિકાજી સંવર, પૌષધ, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે, તેમને ધન્ય છે. તેમનો અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય, તો હાથ જોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો કરી ખમાવું છું. સાધુ-સાધ્વીજીઓને વાંદું છું. શ્રાવક-શ્રાવિકાઓને ખમાવું છું. સમકિત દૃષ્ટિ જીવોને ખમાવું છું. ઉપકારી ભાઈ-બહેનોને ખાવું છું, તથા ચોરાશી લાખ જીવાયોનિના જીવોને ખમાવું છું: ( ચોરાશી લાખ જીવાયોનિ સૂત્ર ) સાત લાખ પૃથ્વીકાય બે લાખ તે ઇન્દ્રિય સાત લાખ અપુકાય બે લાખ ચૌરેન્દ્રિય સાત લાખ તેઉકાય ચાર લાખ નારકી સાત લાખ વાઉકાય ચાર લાખ દેવતા દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય | ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, ચૌદ લાખ મનુષ્યની જાતિ બે લાખ બેઇન્દ્રિય -- બ્રહ્મચર્ય જીવન છે વાસના મૃત્યુ છે. 61 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84