Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 71
________________ દોડા-દોડી પ્રમાણ તિર્થો લોક છે. તેમાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. અસંખ્યાતા વાણવ્યંતરનાં નગરો છે. અસંખ્યાતા જ્યોતિષીનાં વિમાનો છે તથા અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય, તો ૧૬૦ અથવા ૧૭૦, જઘન્ય બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય, તો નવ કોડ કેવલી તથા જઘન્ય બે હજાર ક્રોડ સાધુ-સાધ્વી અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી તેમને વંદામિ નમંસામિ સકારેમિ સમ્માણમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજ્વાસામિ, તેમજ તિષ્ણુલોકમાં અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા. તિચ્છલોકથી અસંખ્યાત ગુણો અધિક (મોટો) ઊર્વ લોક છે, તેમાં બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વમાં મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ (૮૪,૯૭,૦૨૩) વિમાનો . તે ઉપર લોકાગ્રે સિદ્ધક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ, નમંસામિ, સકારેમિ, સમ્માણમિ, કલ્યાણં, મંગલ, દેવય, ચેઇય, પજ્વાસામિ. તે ઊર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક (મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ચોરાશી લાખ નરકાવાસા છે. સાત કરોડ બોંતેર લાખ ભવનપતિનાં ભવનો છે. એવા ત્રણે લોકનાં સર્વ સ્થાનોમાં (પાંચ અનુત્તર વિમાનના દેવો સિવાય) સમકિત કરણી વિના આ જીવે અનંતી અવંતીવાર જન્મ-મરણે કરી સ્પર્શી મૂક્યા છે, તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો. ઇતિ ધર્મધ્યાનનો કાઉસ્સગ્ન સંપૂર્ણ. -1 કાઉસ્સગ આવશ્યક ડ્રેસીંગ છે. 369 ] Jain Education international For Private & Personal use only www.jainelbrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84