Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 84
________________ અમૃતા યિા પ્રલિંકણા છે અતિક્રમણ ઘણા કર્યા, હવે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ એટલે આત્મદર્શન કરાવનાર અરીસો. પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત્તની પુનિત ગંગોત્રી. પ્રતિક્રમણ એટલે અતિચારોનું વિસર્જન. પ્રતિક્રમણ એટલે સાધનાનું નવનીત. પ્રતિક્રમણ એટલે જીવનશુદ્ધિની સાધના. પ્રતિક્રમણ એટલે ભાવરોગની રામબાણ ઔષધિ. પ્રતિક્રમણ એટલે પરમાત્માની આજ્ઞાનું આરાધન. પ્રતિક્રમણ એટલે આત્મઘરની સાફસૂફી. પ્રતિક્રમણ એટલે ચારે તીર્થનું રેસ્ટહાઉસ. પ્રતિક્રમણ શ્રાવક જીવનનો વિસામો છે. ઉભયકાળ પ્રતિક્રમણ તીર્થકરત્વનું કારણ છે. પ્રતિક્રમણ એટલે પરદારમાંથી સ્વઘરમાં પ્રવેશ. પહેલો સામાયિક આવશ્યક - હોસ્પિટલ છે. બીજો ચકવીસંથો આવશ્યક - સર્જન છે. ત્રીજો વંદના આવશ્યક - આસિસ્ટંટ ડોક્ટર છે. ચોથો પ્રતિક્રમણ આવશ્યક - ઓપરેશનની ક્રિયા છે. પાંચમો કાઉસગ્ગ આવશ્યક - ડ્રેસીંગ છે. છઠ્ઠો પચ્ચકખાણ આવશ્યક - ટેબલેટ છે. અતિક્રમણ ટાળે, તે પ્રતિક્રમણ. KE સલા , ઋહિત્ય in International Fer Private & Personalul gelorary.org વિક :

Loading...

Page Navigation
1 ... 82 83 84