Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 81
________________ - -- ક્ષ..મા...૫...ના... ) ખમાવું બધા જીવને આજ પ્રીતે ખમો તે બધા મુજને સર્વ રીતે. ૧ બધા જીવમાં મિત્રતાને પ્રસારું નથી કોઈ સાથે હવે વેર મારું... ૨ બધાં વિશ્વનું સ્થાઓ કલ્યાણ આજે બનો સજ્જ સહુ પારકા હિત કાજે... ૩ બધાં દૂષણો સર્વથા નાશ પામો જનો સર્વ રીતે સુખો માંહી જામો.. ૪ ( જય કરનારા જિનવરા...) જય કરનારા જિનવરા, દુઃખ હરનારા દેવ પાઠ પઢે પહેલો પ્રભુ, નમન તણો નિત મેવ... ૧ પ્રથમ નમું અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત ત્રીજા શ્રી આચાર્યને, નમું તજી દઈ તંત... ૨ ઉપાધ્યાય ઉપકારિયા, જ્ઞાન તણા દાતાર નમન કરું નિર્મળ થવા, ભવજલ તારણહાર... ૩ સાધુ સુંદર લોકમાં, સાધવીઓ શણગાર સઘળાંને સ્નેહે હજો, વંદન વારંવાર... ૪ નમસ્કાર પદ પાંચ છે, પાપ તણાં હરનાર સર્વ જગતના કામમાં, મંગલના કરનાર... ૫ અંતર ભાવના પ્રતિમાસે કરે દાન, જે દશ લાખ ગાયનું તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે આપે ન તે કશું... છૂટું પીછલા પાપથી, નવા ન બાંધું કોય શ્રી ગુરુદેવ પ્રસાદથી, સફળ મનોરથ હોય... પ્રતિક્રમણ એટલે પાપ ધોવાની લોન્ડ્રી -1 79 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84