Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation
View full book text
________________
ભવ આશ્રી, પરભવ આશ્રી, અનંતા ભવ આશ્રી ઉપાર્જન કર્યા છે. જે દિવસે આપના જેવો સ્વરૂપ ક્ષમાનો ગુણ,
નિશ્ચય ક્ષમાનો ગુણ પ્રગટ થશે, તે દિવસ ધન્ય થશે ! (૪) વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે -
અહિંસક, છતાં મારા આત્માએ ત્રસજીવો (બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય) અને સ્થાવર જીવો (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) મારા શરીરના પોષણ માટે મારા આત્માએ જ્યાં જ્યાં જન્મ મરણના ફેરા ફર્યા, ત્યાં ત્યાં બધા જીવોના કૂટો કાઢી નાખ્યો છે, તે મૂઢ આત્માને કરોડોવાર ધિક્કાર...!!! અનંત ભવમાં જીવમાત્રની દયા પાળી નથી. આપના
જેવું અહિંસક સ્વરૂપ પ્રગટ થશે, તે દિવસ ધન્ય થશે ! (૫) વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે અભાષક
(મૌન), છતાં મારા આત્માએ કર્કશકારી (કાંકરાના પ્રહારસ સમાન) કઠોરકારી (પથ્થરના પ્રહાર સમાન), છેદકારી (તલવારના પ્રહાર સમાન), ભેદકારી (ભાલાના પ્રહાર સમાન), વેકારી, વિરોધકારી, નિશ્ચયકારી, સાવધકારી અને પરને પીડાકારી ભાષા બોલી, આ ભવ આશ્રી, પરભવ આશ્રી, અનંતા ભવ આશ્રી, ચીકણાં ગાઢાં કર્મ ઉપાર્જન કર્યા છે. તે દુષ્ટ આત્માને કરોડોવાર ધિક્કાર...!!! આપના જેવું અભાષક સ્વરૂપ પ્રગટ થશે, તે દિવસ ધન્ય થશે ! સત્ય અને વ્યવહાર ભાષા બોલવાનું મને જ્ઞાન આપો ! વીસ તીર્થંકર પ્રભુજી! મારા આત્માનું સ્વરૂપ છે અચૌર્ય (ચોરી રહિત), છતાં મારા આત્માએ જીવ અદત્ત, સ્વામી અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત , ચોરી કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણાં ગાઢાં કર્મ ઉપાર્જન કર્યા છે. તે આત્માને કરોડોવાર ધિક્કાર...!!! આપના
જેવું અચૌર્ય સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ આપો. E=1 પ્રતિક્રમણ એટલે પર-પરિણતિનું રાજીનામું1 77 |
Jain Education International
FOT Private & Personaruse only
www.janenbrary.org
Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84