Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 62
________________ તો નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વીજી તેમને મારી - તમારી સમય સમયની વંદના હોજો. તે સ્વામી કેવા છે ! પાંચ મહાવ્રતના પાલણહાર છે. પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશ વિધ યતિ ધર્મના અજવાલિક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીસ પરિષદના જિતણહાર, સત્તાવીસ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭-૯૬ દોષરહિત આહાર-પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન-કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ ! આપશ્રી ગામ, નગર, રાયપાણી, પુર, પાટણને વિશે બિરાજો છો. હું અપરાધી, દિન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપનાં જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિશે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ ભુજો કરી ખમાવું છું. (વિધિ : “વંદામિ, નમંસામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજ્વાસામિ.' - આ પાઠ ત્રણ વાર બોલવો.) (વિધિ : અહીં સાધુ-સાધ્વીજી બિરાજતાં હોય, તો તેમની પાસે જઈ નીચેની ગાથા બોલી ત્રણ વખત વિધિપૂર્વક વંદના કરવી.) “સાધુ વંદે તે સુખીયા થાય, ભવો ભવનાં પાતક જાય. ભાવ ધરીને વંદે જેહ, વહેલા મુક્તિમાં જાશે તેહ.” L 60 -----૩ પ્રતિક્રમણ સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84