Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 58
________________ છે. ઊતરતાં છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. ઉજળી, ગોખીર, શંખ, ચંદ્ર, અંકરત્ન, રૂપાનો પટ, મોતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. એ સિદ્ધશીલા ઉપર એક જોજન, એના છેલ્લા ગાઉના છટ્ઠા ભાગને વિશે શ્રી સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તે ભગવંતજી કેવા છે ? અવર્ણો, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ ! આપશ્રી સિદ્ધક્ષેત્રને વિશે બિરાજો છો. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના અનંત જ્ઞાન, દર્શન ઉપયોગ સંબંધી અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ ભુજો કરી ખમાવું છું. (વિધિ : ‘વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્લાણું મંગલં દેવયં ચેઇયં પજુવાસામિ' - આ પાઠ ત્રણ વાર બોલવો.) પાઠ ૩૦ : ત્રીજા ખામણા (કેવલી ભગવંતોને) ત્રીજા ખામણા પંચ મહાવિદેહ ક્ષેત્રને વિશે બિરાજતા જયવંતા કેવલી ભગવંતોને કરું છું. તે સ્વામી જઘન્ય હોય, તો બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય, તો નવ ક્રોડ કેવલી, એ સર્વને મારી (તમારી) સમય સમયની વંદના હોજો. તે સ્વામી કેવા છે ? મારા તમારા મન-મનની વાત જાણી દેખી રહ્યા છે. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે. સમય 56 પ્રતિક્રમણ સૂત્ર E Jain Educat ***===+ne+y-brg international For

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84