Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 57
________________ સમપૃથ્વીથી ૭૯૦ જોજન ઊંચપણે તારા મંડળ આવે. ત્યાંથી દસ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે. ત્યાંથી ૮૦ જોજન ઊંચપણે ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ચાર જોજન ઊંચપણે નક્ષત્રનાં વિમાન છે. ત્યાંથી ચાર ોજન ઊંચપણે બુધનો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે શુક્રનો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે બૃહસ્પતિ(ગુરુ)નો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે મંગળનો તારો છે. ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે છેલ્લો શનિશ્ચરનો તારો છે. એમ નવસો જોજન સુધી જ્યોતિષ ચક્ર છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-ક્રોડી ઊંચપણે બાર દેવલોક આવે છે. તેનાં નામ : પહેલું સુધર્મ બીજું ઈશાન ત્રીજું સનત્કુમાર ચોથું માહેન્દ્ર પાંચમું બ્રહ્મલોક છઠ્ઠું લાંતક સાતમું મહાશુક્ર આઠમું સહર નવમું આણત દશમું પ્રાણત અગિયારમું આરણ અને બારમું અચ્યુત. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-ક્રોડી ઊંચપણે ચડીએ ત્યારે નવ ત્રૈવેયક આવે છે. તેનાં નામ : પહેલી ભદ્દે, બીજી સુભદ્દે, ત્રીજી સુજાએ, ચોથી સુમાણસે, પાંચમી પ્રિયદંસણે, છઠ્ઠી સુદંસણે, સાતમી આમોહે, આઠમી સુડિબન્ને અને નવમી જસોધરે. તેમાં ત્રણ ત્રિક છે. પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે. બીજી ત્રિકમાં ૧૦૭ અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-ક્રોડી ઊંચપણે ચડીએ, ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે છે. તેનાં નામ : પહેલું વિજય, બીજું વિજયંત, ત્રીજું જયંત, ચોથું અપરાજિત અને પાંચમું સર્વાર્થસિદ્ધ. આ સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જોજન ઊંચપણે મુક્તિશીલા છે, તે મુક્તિશીલા કેવી છે ? પિસ્તાલીસ લાખ જોજનની લાંબી-પહોળી છે. મધ્યે આઠ જોજનની જાડી બ્રહ્મચર્ય એટલે આત્માની શુદ્ધ પરિણતિ. For Private & Personal Use Only Jan Education international 55 www.janerary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84