Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 59
________________ સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. તેમને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત પૈર્ય છે, અનંત વીર્ય છે. એ ષ ગુણે કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડ્યાં છે. મુક્તિ જવાના કામી થકા વિચારે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે, સજોગી સશરીરી, કેવલજ્ઞાની, કેવલદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે. ક્ષાયિક સમકિત શુક્લ ધ્યાન, શુક્લ લેશ્યા, શુભ ધ્યાન, શુભ જોગ, પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામી! ગામ, નગર, રાયપાણી પુર, પાટણને વિશે જ્યાં જ્યાં દેશના દેતાં થકા વિચરતાં હશે, ત્યાં ત્યાં રાઇસર, તલવર, માલંબિય, કોડુંબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે, સ્વામીનાં દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે, સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે. ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિશે બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપનાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, યથાખ્યાત ચારિત્ર અને તપને વિશે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (વિધિ ઃ “વંદામિ નમંસામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજુવાસામિ' - આ પાઠ ત્રણ વાર બોલવો.) બ્રહ્મચર્ય એ આત્માની નિર્ધમ જ્યોતિ છે. 57 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84