________________
ઈસ્ટ એન્ડ વેસ્ટ
પૂર્વ પશ્ચિમ વચ્ચે ઘણું મોટું અંતર છે અને રહેવાનું છે. માઉન્ટ એવરેસ્ટ પર પરદેશી હિલેરી અને સ્વદેશી નેન્સીંગે જયારે પ્રથમ પગ મૂકયો ત્યારે ગિરિવરની ટોચ ઉપર બેય સંસ્કૃતિનો ફર્ક ઉઘાડો પડી ગયો. હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી શરાબની બોટલ ઉઘાડી એક જમ લગાવ્યો અને મોટ મોટેથી બોલવા લાગ્યો જીત ગયા મે જીત ગયા. હિમાલયકો જીત ગયા !
તેન્શીંગે ઉપર પગ મૂકતાંની સાથે જ શ્રીફળ વધેર્યું. ગંગાજળ છાયું અને ઘુંટણીયે પડીને ગિરિવરને લાખ લાખ પ્રણામ કર્યા.
- ઈગ્લીશ બોલનારા પરદેશી ગોરીયાઓ કયારેક પાલીતાણાના કે ગિરનારના પર્વત પર પણ ભેટી જાય છે. આટ-આટલો પસીનો પાડીને ઉપર ચડયા પછી પણ તેમનું ચિત્ત ભગવાનમાં ચોંટતું નથી. એ બિચ્ચારા કોડાકના રોલ ચડાવીને માત્ર પૂતળીઓના ફોટા પાડયા કરતાં હોય છે.
પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ વચ્ચે આટલો ફરક છે અને રહેવાનો છે. કેમકે લોહીમાં ફરક છે. લોહીના કોલેસ્ટરોલમાં ફરક છે. લોહીના સ્વાદમાં ફરક છે અને લોહીના સંસ્કારોમાં અને ખાનદાનીમાં ફરક છે અને રહેવાનો છે. ઈસ્ટ એ ઉદયની દિશા છે અને વેસ્ટ એ અસ્તની દિશા છે.
Jain Education International
www.ainerary.org