________________
અક્ષતપૂજા સમયની ભાવના :
હે અક્ષય ! ચાર ગતિના આ સંસારમાં હું ૮૪ લાખ જીવાયોનિમાં સર્વત્ર અનંત અનંતવાર જન્મ પામી ચૂકયો.
હે અનંત! હવે હું આ જન્મમરણના ચક્કરોથી થાકયો છું. હવે તો મારા પગ રહી ગયા છે. હવે કોઈ ગતિમાં મારે કયાંય જન્મ લેવો નથી.
હે અકલંક! આ થાળીમાં રહેલા અક્ષતના કણ પરથી ફોતરાં ખરી પડયાં છે. આ કણીયા હવે નિર્મળ અને અજન્મ બની ચૂકયા છે. અક્ષતને વાવ્યા છતાં ફરી ઉગતા નથી.
હે અવ્યાબાધ ! આ અક્ષતની જેમ મારે પણ સર્વથાને માટે અજન્મા બનવું છે. અક્ષય બનવું છે. અનંત બનવું છે. અવ્યાબાધ સુખ મેળવવું છે.
હે અપુનરાવૃત્તિ ! આપ એવા સ્થળે બિરાજયા છો જયાંથી ફરી આપને આ સંસારમાં અવતરવું પડતું નથી. હે નાથ ! આ અક્ષતપૂજાના પ્રભાવે મારે પણ આપ જયાં બિરાજયા છો ત્યાં આપની અડોઅડ બેસવું છે.
હે અજન્મા ! અક્ષતપૂજાના પ્રભાવે મને અક્ષયપદની સંપ્રાપ્તિ થાઓ, એવી અભિલાષા આપના ચરણકમલમાં વિદિત કરું છું.
કેટલાક કથાપ્રસંગો :
A. એક વૃક્ષની છાંયડીમાં આચાર્ય ભગવંત દેશના આપી રહ્યા હતા. નરનારીઓ એ દેશનાનું અમૃતપાન કરી રહ્યાં હતાં. બરાબર તે જ સમયે વૃક્ષની એક ડાળ પર પોપટ અને મેનાનું જોડલું બેઠું હતું. શાંત ચિત્તે દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પોપટ-મેનાએ દરરોજ પ્રભુદર્શને જવાનો સંકલ્પ કર્યો. વહેલી પ્રભાતે જાગીને પોપટ-મેના ડાંગરનાં ખેતરમાં જઈને ચોખાના દાણા ચણી
Jain Education International
થાળીમાં અક્ષત ગ્રહણ કરી અક્ષતપૂજાનો દુહો બોલવો.
સ્વસ્તિક આલેખન મુદ્રા,
81
www.alnelibrary.org