Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 245
________________ 24. સાત ક્રમ ! (અ) જાવડ (બ) ભાવડ (ક) ભીમો (ડ) જગડુ 25. હિંદમાતા મંદિર ! (અ) ગાજીયાબાદ (બ) જૈનાબાદ (ક) ઔરંગાબાદ (ડ) મુર્શીદાબાદ પ્રશ્ન ઃ 5. સૂચના : (માર્ક-૫) પ્રશ્ન નંબર 26 થી 30માં દરેકમાં કોઈ કાલ્પનિક પાત્રોનાં ચાર-ચાર કાર્યો મૂકયાં છે. તેમણે કરેલાં કાર્યોમાં કયા કાર્યમાં કાળજી નથી લેવાઇ તે શોધી તેના ખાનામાં 'X' કરો. 26. (અ) વિરાગે કેસર બરાસયુકત અલગ ચંદન તિલક માટે તૈયાર કર્યું. (બ) આજ્ઞાચક્રના સ્થાનથી તિલક શરૂ કર્યું. (ક) હા, તેણે તિલક બદામના બીજ જેવું કર્યું હતું. (ડ) તેણે કર્ણ, કંઠ, કુક્ષી અને નાભિએ પણ તિલક કર્યા. 27. (અ) ચિરાગ અભિષેક પૂજા કરતાં કયારેય બોલતો નથી. (બ) કળશ બે હાથે પકડીને જલધારા પ્રભુના નવ અંગ ૫૨ કરે છે. (ક) અભિષેક શરૂ કરતાં પૂર્વે સર્વત્ર જયણા કરી લે છે. (ડ) ધોતીયું પહેરતાં જરાયે શરમાતો નથી. 28. (અ) નિરાગ કયારેય સ્વીમીંગ પુલમાં સ્નાન કરવા જતો નથી. (બ) પૂજાનાં કપડાં પહેર્યા બાદ કેશનું સંમાર્જન કરી લે છે. (ક) સ્નાન કરતાં કયારેય સીનેમાનાં ગીતો લલકારતો નથી. (ડ) પૂજાનાં વસ્ત્રો પહેરતાં પૂર્વે ભીનો રૂમાલ દૂર કરી દે છે. 29. (અ) નિખિલ પૂજા સિવાયના સમયે પ્રભુથી નવ હાથ દૂર રહે છે. (બ) કેસર નખમાં ભરાવા દેતો નથી. (ક) શિયાળામાં ડ્રાયફ્રૂટ આવે ત્યારે સૌ પ્રથમ પ્રભુને ચડાવે છે. (ડ) પસીનો થાય તો તરત ખેસથી લૂછી નાખે છે. 30. (અ) સુલસા કયારેય ઉદ્ભટવેશ પહેરી મંદિરે જતી નથી. (બ) સાથીયો કરતાં કયારેય શાકભાજીના ભાવ પૂછતી નથી. (ક) ભગવાનનું મુખ દેખાતાં જ બે હાથ ઉંચા કરીને 'નમો જિણાણું' બોલે છે. (ડ) દેરાસરમાં કોઈ સાથે વાત કરતી નથી. પ્રશ્ન : 6. સૂચના : (માર્ક-૧૫) પ્રશ્ન નં. 31 થી 40માં દરેક વિધાનને સંગત કોઇ સંખ્યા છે. તે નીચે આપેલા જૂથમાંથી પસંદ કરી માત્ર તેનો ક્રમાંક નંબર લખો. 31. ચેડારાજા અને કોણિક વચ્ચેના યુદ્ધમાં થયેલો નરસંહાર, 32. દેરાણી-જેઠાણીએ આટલી કિંમતના ઘરેણાં પ્રભુને ધર્યા. 33. ગિરનારના જીર્ણોદ્વારમાં લાગેલી સોનામહોરો. 34. આટલા દ્રવ્યના સ્વામી છાડાશેઠ. 35. જગડે બોલેલી તીર્થમાળાની ઉછામણી, 36. આટલી સોનામહોરોથી હસુમતીએ મેઘનાદ મંડપનું નિર્માણ કર્યું. 37. વસ્તુપાળ-તેજપાળે આટલાં જિનબિંબો ભરાવ્યાં. 38. આટલા અગ્રવાલોએ જૈનધર્મનો સ્વીકાર કર્યો. Jain Education International 222 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252