________________
કર્યા વિના ખેંચી શકાય નહિ. પણ એ સંતે બેફીકર જણાવી દીધું કે, હું જયારે ધ્યાન કરવા બેસું ત્યારે ખેંચી લેજો. પ્રભુમાં ઓગળી ગયા બાદ તમે ગમે તે કરશો તોય મને કશી જ પીડા નહિ થાય. કેવી અદ્ભુત તલ્લીનતા !
(7) પ્રમાર્જનાં ત્રિક :
પ્રમાર્જના ત્રિક
૩ વાર ૩ વાર
૩ વાર ભૂમિનું હાથ-પગનું મસ્તકનું પ્રમાર્જન પ્રમાર્જન પ્રમાર્જન
પ્ર = ઉપયોગપૂર્વક, માર્જના = પંજવું.
ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં ખેસના છેડા વડે ચૈત્યવંદન કરવા માટે બેસવાની જગ્યાનું ત્રણ વાર પ્રમાર્જન કરવું તેનું નામ પ્રમાર્જના ત્રિક. આ ત્રિકના પાલન માટે ખેસના છેડા ઓટયા વિનાના, છૂટા રેસાવાળા રાખવા જોઈએ , જેથી લાંબા લટકતા કોમળ છેડા વડે સારી રીતે જયણા કરી શકાય. તેમ જ ખમાસમણ દેતાં સંડાસા (હાથ પગ વગેરે શરીરના અવયવો) પણ પૂંજી શકાય.
૩ દિશામાં લેવાનું બંધ કરી માત્ર પ્રભુ સામે નજર
પ્રમાર્જના :
વિશ્વમાત્રના તમામ જીવ-જંતુઓ, પશુઓપ્રાણીઓ અને પંખીઓના જીવનનો આધાર માનવ છે. માનવના હૈયે દયા ન હોય તો આ બધા જ જીવો પરેશાન અને હેરાન થાય. કયારેક મોત પણ પામે. માનવ દયાળુ રહે ત્યાં સુધી જ આ બધા જીવોનું જીવતર સલામત છે. અન્યથા માનવ કયારે કોનો વિનાશ કરી નાખે તે કહી શકાય નહિ.
- આજે પ્રયોગશાળાઓમાં લાખો વાનરો, સસલાં, દેડકાં પર કારમી સીતમો ગુજારવામાં આવે ચૈત્યવંદનમાં જમીનપર બેસતાં પહેલાં ૩ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું.
Jain Education International
www.jainelibrary.org