Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 195
________________ 16 સમ્રાટ્ સિદ્ધરાજ અને દંડનાયક સાજન : જીર્ણોદ્વારના ઈતિહાસમાં અંકાઇ ગયેલા પેલા સાજન મંત્રી ! પાટણ નરેશ સિદ્ધરાજે જેમને દંડનાયક નીમેલા. સૌરાષ્ટ્રની ધરતી પર કર ઉઘરાવા મોકલેલા. એકવાર દંડનાયક સાજન ગિરિવર ગિરનારની યાત્રાએ ગયા. વીજકડાકાથી ફાટી ગયેલા કાષ્ટ મંદિરને જોઈને એમનું દીલ દ્રવી ઉઠયું. તત્કાલ જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું અને લાગટ ૩ વર્ષના કરપેટે ઉઘરાવેલી રાજયની બધી રકમ જીર્ણોદ્ધારમાં લગાડી દીધી. કોક ઈર્ષ્યાળુએ સમ્રાટ્ સિદ્ધરાજ પાસે જઇને ચાડી ખાધી. ગીન્નાયેલા સિદ્ધરાજ તત્કાળ સૌરાષ્ટ્ર જવા રવાના થયા. વચ્ચે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને તે ગિરનારની તળેટીમાં આવેલા વંથલી ગામે પહોંચ્યા, ત્યારે મંત્રી સાજન તેમનું સ્વાગત કરવા સામે આવ્યા, પણ રાજાએ મોં ફે૨વી નાખ્યું. તેથી સાજન સમજી ગયો કે, દાળમાં કંઇક કાળું છે. રાજયની ૨કમ જીર્ણોદ્ધારમાં વપરાઇ ગઇ છે. તેથી મહારાજાનું મન ખિન્ન થઇ ગયું છે. ખેર ! કોઈ વાંધો નહિ, એનો પણ રસ્તો નીકળશે. સાજને વંથલીના આગેવાન શેઠીયા પાસે જઇને સઘળી વિગત જણાવી એ આગેવાને પોતાની કુલ સાડા બાર કરોડ સોનામહોરો આપી દીધી અને પહાડ પર મોકલી આપી. બીજે દિવસે સિદ્ધરાજ જયસિંહ ગિરનારની યાત્રાએ પધાર્યા. ગગનચુંબી, વિરાટ, વિશાળ અને ધવલ શિખરોને જોઇને સિદ્ધરાજનાં મુખમાંથી શબ્દો સરી પડયા કે, ધન્ય છે તેની માતાને કે જેણે આવા મંદિરનું નિર્માણ કરાવ્યું ! પાછળ ઉભેલા સાજન મંત્રી તરત જ બોલ્યા, ધન્ય છે માતા મીનળ દેવીને જેણે પુત્ર સિદ્ધરાજ જેવા પુત્રરત્નને જન્મ આપ્યો ! વળીને જોયું ત્યારે સાજન દડનાયકે ૧૨ા કરોડ સોનામહોરોથી ઉભરાતાં થાળ દેખાડતાં કહ્યું મહારાજ ! જોઇ લો આ સોનામહોર અને જોઇ લો આ જિનાલય. જે પસંદ પડે તે રાખી લો. આપના દ્રવ્યે મેં જીર્ણોદ્ધાર કરાવી લીધો છે. આપની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા છે. તેમ છતાં કદાચ આપને આ પુણ્ય ન ખપતું હોય અને ધન જોઇતું હોય તો સંઘના આગેવાનોએ આ રકમ પણ જમા રાખી છે. જે જોઇએ તે ઉઠાવો ! પુણ્યભૂખ્યો સિદ્ધરાજ દ્રવી પડયો અને બોલ્યો. ધન્ય છે ! ધન્ય છે ! મારા દંડનાયક સાજન ! તને ધન્ય છે ! આવો જીર્ણોદ્ધારનો લાભ આપીને તેં મારા જીવતરને પણ ધન્ય બનાવ્યું છે ! સાજન ! પુણ્યનો બંધ કરાવતા પ્રાસાદને સ્વીકારું છું અને પૈસાને જતાં કરું છું. સહુએ સાથે મળીને જયઘોષ કર્યો, "બોલો, આબાલબ્રહ્મચારી, ભગવાન નેમનાથકી જય.” Jain Education International ખુશ થયેલા સિદ્ધરાજે ૧૨ ગામ મંદિરના નિભાવ માટે ભેટ આપ્યાં. અને ખુશ થયેલા સાજન મંત્રીએ ૧૨ યોજનની (૧૨૦ કી. મી.) વિરાટ આગેવાન શ્રેષ્ઠીએ આપેલી પેલી સાડા બાર કરોડ સોનામહોર ઘરે પાછી લઇ જવાને બદલે એ જ દ્રવ્યમાંથી વંથલી ગામે બીજા ચાર નૂતન જિનાલયોનું નિર્માણ કરાવ્યું. 7 ભરવાડ અને ભગવાન : જંગલમાં ધોધમાર વરસાદ પડયો. ભેખડ ફાટી અને અંદરથી રત્નસમાન જિનબિંબ પ્રગટ થયું. ઢોરને ચારો ચરાવતાં પેલા દેવપાલ ભરવાડે આ ભગવાનને જોયા. ખુશ ખુશ થઇ ગયો. પ્રભુ ! આપ મારા માટે જ પ્રગટ થયા છો. આપનો આવાં વચનો સાંભળીને સિદ્ધરાજે જયારે પાછું ઉપકાર માનું તેટલો ઓછો છે. જંગલમાંથી ધજા બનાવીને એક છેડો ગિરનારના શિખરે બાંઘ્યો અને બીજો છેડો સિદ્ધાચલતીર્થરાજના દાદાનાં શિખરે બાંધ્યો. For Private & 172 al Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252