________________
શકાય, પરંતુ આજના વેપાર ધંધાદિના કારણે નછૂટકે રાત્રિના પહેલા પ્રહર (સૂર્યાસ્ત પછી ૩ કલાક) સુધીમાં તો અવશ્ય પૂર્ણ કરી દેવી જરૂરી છે. આજના કાળે ભાવનાના રંગઢંગ બદલાવા લાગ્યા છે. કયાંક કયાંક તેનું સ્વરૂપ પીકનીકરૂપે પલટાતું જાય છે. આગેવાનોએ જાગ્રત બની આવી ભાવનાઓ વહેલી તકે બંધ કરી દેવી જોઇએ. છેવટે ભાઇઓ-બહેનોની ભાવના અલગ-અલગ સ્થળોમાં રાખવી ખૂબ જરૂરી છે. 9. સ્વપ્નદ્રવ્ય-ઉપધાનની માલારોપણનું દ્રવ્ય કયા ખાતામાં લઇ જવું જોઇએ ? 9. સ્વપ્નદ્રવ્ય, ઉપધાનની તથા સંઘની માલારોપણનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઇ જવાય. બીજા ખાતાઓમાં લેવાય નહિ. ભૂતકાલીન મુનિસંમેલનમાં તેવા પ્રકારના ઠરાવો પણ થઇ ચૂકયા છે. 10. જૈનોને જયારે રહેવાની જગ્યા ન હોય, ખાવા અનાજ ન હોય ત્યારે દેવદ્રવ્યથી તેમનો ઉદ્ધાર ન કરી શકાય ?
10. પૂર્વના પાપકર્મના ઉદયે આવા પ્રકારના દુઃખ ભોગવતા જૈનોને વધુ દુ:ખી કરવાની આ વાત છે. દેવદ્રવ્યથી તેમનો ઉદ્ધાર નહિ પણ પતન થાય છે. દેવદ્રવ્ય ભક્ષણના દોષથી બુદ્ધિ ભ્રષ્ટતાદિ અનેક દુર્ગુણો તેમનામાં ઉભરાઈ આવે છે. અને અંતે ઘણાં દુઃખોને ભોગવીને દુર્ગતિના મુસાફર બનતા હોય છે. માટે દેવદ્રવ્યથી જૈનોના ઉદ્ધારની વાહિયાત વાતો કયારેય પણ કરવી નહિ. માણસ ભૂખે મરે પણ વિષમિશ્રિત અન્ન ખાવા કદાપિ તૈયાર થતો નથી. તેમ શ્રાવક ભૂખે મરે પણ ભયંકર દોષોના કારણભૂત દેવદ્રવ્યના ભક્ષણને કયારેય પણ ઈચ્છતો નથી.
11. દીક્ષા-ઉપકરણોની ઉછામણી કયા ખાતામાં લઇ જવી ?
11. દીક્ષાનાં ઉપકરણોમાં જ્ઞાનનાં ઉપકરણ ગણાતા પુસ્તક, સાપડા વગેરેની બોલી જ્ઞાનખાતામાં, દર્શનનું ઉપકરણ ગણાતી નવકારવાળી, ઠવણી
Jain Education International
આદિની ઉછામણી દેવદ્રવ્યમાં અને બાકીની ઉછામણી સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે લઈ જઈ શકાય છે.
12. પાર્શ્વ પદ્માવતીપૂજન ભગવાન સામે કરાવી શકાય ?
12. પાર્શ્વ-પદ્માવતી વગેરે પૂજનોમાં જો મુખ્યતા અધિષ્ઠાયક દેવ-દેવીઓની હોય અને પરમાત્મા જિનેશ્વરદેવની ભકિત તેમાં ગૌણ બનતી હોય. તો તેવાં પૂજનો પરમાત્માની સમક્ષમાં કરાવાય નહિ.
13. જે શ્રાવકની શકિત ન હોય તે જિનપૂજાનો લાભ કેવી રીતે લે ?
13. જે શ્રાવકની શિત ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફૂલની માળા ગૂંથી બીજાને આપવી, અંગરચના વગેરેમાં સહાયક બનવું, તેમજ અંગલૂછણાદિ ધોઇ આપવા દ્વારા મહાન્ જિનપૂજાનો લાભ મેળવી શકે છે.
14. ઉપાશ્રય આયંબીલભુવન કે પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં લૉટરીની સીસ્ટમ કરવામાં આવે તો કંઇ વાંધો ખરો ?
14. લૉટરીની સીસ્ટમ બીલકુલ બરાબર નથી એ પણ એક પ્રકારનો જુગાર જ છે. આજના ન્યાયાલયોએ પણ દુનિયામાં ચાલતી આ પદ્ધતિને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સાધારણ માણસોને લાભ આપવાના બહાના હેઠળ ઘણા બધા શ્રીમંતો મામૂલી પૈસામાં ઘણો બધો લાભ હરામમાં ખાટી ગયાના અનેક દાખલાઓ બન્યા છે. લૉટરીની ટીકીટો જયારે "ડ્રો" થાય છે ત્યારે મોટે ભાગે લાખ ખર્ચી શકનારનું નામ ૧૦૦ રૂા.ની ટીકીટમાં બહાર આવતું હોય છે. તેમ છતાં આવકનો બીજો કોઇ ઉપાય જ ન હોય અને લૉટરી દ્વારા કામ પૂર્ણ થઇ જતું હોય તો નછૂટકે કરી શકાય પણ તિકત પર ખુલાસો જણાવી દેવો જરૂરી માનવો. 15. પૂજારી કે દર્શનાર્થી સ્નાન કર્યા વિના ગભારામાં જઇ શકે ?
201
For Private & Personal Use Only
www.jainelibrary.org