Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 221
________________ થાળમાં કુલ ૩૦ પ્રકારની રસોઈ મૂકવામાં આવી હતી. બીજા 'પાન' નામના થાળમાં ૧૨ પ્રકારના જુદા જુદા તાજા શરબત મૂકવામાં આવ્યા હતા. 'ખાદિમં' નામના ત્રીજા થાળમાં ૫ પ્રકારનો સૂકો મેવો મૂકવામાં આવ્યો હતો. ચોથા સ્વાદિમં' નામના થાળમાં કુલ આઠ પ્રકારનો મુખવાસ મૂકવામાં આવ્યો હતો. નૈવેદ્યપૂજા પૂર્ણ થયા બાદ.... ફળપૂજાનો દુહો-મંત્ર બોલાયા બાદ ફળોના થાળ સિદ્ધશીલા પર ચડાવવામાં આવ્યા હતા. જિનપૂજકોએ બેઠાં બેઠાં થાળીમાં જ નૈવેદ્ય તથા ફળપૂજા કરી હતી. આમ દ્રવ્યપૂજા પૂર્ણ થયા બાદ ભાવપૂજા રૂપે સમૂહ ચૈત્યવંદનનો પ્રારંભ થયો હતો. આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે' સ્તવનની કડી પર સહુ પ્રભુ સાથે એકાકાર બની ગયા હતા. દેશ-સ્થળ-કાળ અને કાયાનું ભાન ભૂલી ગયા હતા. ૩૦ મિનિટ સુધી પ્રભુને સામું જોવડાવા માટે ભારે મનામણું ચાલ્યું હતું. ત્યારબાદ છેલ્લે નૃત્ય પૂજારૂપે યુવાનોએ ચામર લઈને ભક્તિનૃત્ય કર્યું હતું. થૈયા થૈયા નાટક કરતાં દાદાને દરબારે જી' ગીતની પંકિતએ . સહુના પગ સ્પ્રીંગની જેમ ઉછળતા કરી દીધા હતા. ત્યારબાદ પૂજયશ્રીએ પરમાત્માની પૂજાના પ્રભાવે "સકલ વિશ્વમાં શાન્તિ પથરાય ! જગતના જીવમાત્રના રાગાદિભાવો નાશ પામે !! સંસારની જળોજથામાંથી જલ્દી છૂટાય !!! પ્રવ્રજયા પમાય અને વહેલી તકે મોક્ષે જવાય !!!” એવી ગદ્ય પ્રાર્થના સંવેદનરૂપે રજુ કરી હતી. છેલ્લે 'ઉપસર્ગા: ક્ષયં યાન્તિ' અને 'સર્વ મંગલમાંગલ્યમ્' શ્લોકની ઉદ્ઘોષણા કરીને સહુ વિખેરાયા હતા. ત્યારે ઘડીયાલે બરાબર બપોરે બેના ટકોરા પાડી દીધા હતા. વિશાળ ગ્રાઉડની બહાર પાર્કીંગ જૉનમાં તબેલામાં બાંધેલા ઘોડાઓની જેમ પાર્ક કરેલી ગાડીઓ અને સ્કુટરોના હોર્ન વાગવા માંડયા અને Jain Education International સહુ ઘરભણી હંકારી ગયા હતા. વોલીન્ટર યુવાનોએ તરત જ સામગ્રી સમેટવાની તૈયારી આરંભી દીધી હતી. ત્રિગઢા, પ્રતિમાજી, ઉપકરણો વગેરે જયાંથી લાવ્યા હતા ત્યાં પહોંચતું કરવાની કાર્યવાહી તરત જ શરૂ થઈ ગઈ હતી. મંડપવાળાએ સ્ટેજવાળાએ પણ પોતાનો સકેલો શરૂ કરી દીધો. ૪ કલાકમાં તો બધું આટોપાઈ ગયું હતું પણ આ સ્પીડના કારણે પાછળથી રહી રહીને દૂર દૂરથી દર્શન કરવા માટે આવેલા હજારો નરનારીઓને વીલે મોંઢે માત્ર ગ્રાઉંડના દર્શન કરીને પાછા વળવું પડયું હતું. * અષ્ટપ્રકારની પૂજાની સાથે સાથે મોટા બે ડ્રમ ચીકાર ભરાઈ ગયા હતા. દશ હજાર ભાવિકો ધરેથી જે દૂધ લાવેલા તેનાથી નૈવેદ્યપૂજામાં આવેલ મીઠાઈથી ૨૫ કથરોટ તથા ફુટથી ૫૦ કોથળા ચીકાર ભરાઈ ગયા હતા. * અભિષેક માટે ૧૦૮ નદીઓ તથા ૬૮ તીર્થોના જલ તથા ૧૮ અભિષેકની દિવ્ય ઔષધિઓ લાવવામાં આવી હતી. ગ્રાઉંડમાં વાહનોનો ધસારો અટકાવવા માટે ૬ સીકયુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા હતા. અમદાવાદના સમગ્ર વિસ્તારોમાંથી ભાવિકો * હોંશભેર પૂજાવસ્ત્રોમાં સામગ્રી સહ પધાર્યા હતા. આ પ્રસંગે જીવદયા તથા અનુકંપાનો (રૂા. ૨૬,૦૦૦) જેટલો ફાળો થયો હતો. એક સપ્તાહ સુધી પાસ વિતરણ થયું હોવા છતાં ય છેલ્લે દિવસે પોગ્રામ પૂર્વે ૧૭૦૦ પાસ ઈસ્યુ કરવા પડયા હતા. સવારે ૯ થી બપોરના ૨ સુધી પૂજામાં જોડાયેલા ભાવિકો આ પોગ્રામથી એટલા બધા ધન્ય બન્યા હતા કે દિવસો સુધી અમદાવાદની પોળોમાં તથા સોસાયટીમાં આ વિશિષ્ટ કાર્યક્રમની ચર્ચાઓ ચાલુ રહી હતી. * * પોગ્રામમાં નહિ આવી શકનારા એક ભાવિકે ફરી આવો પોગ્રામ પોતાના ખર્ચે યોજવાની વિનંતી * For Privat198 rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252