Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 214
________________ ચાહ-સીગરેટ-ચરસ આદિના ઘણા બંધાણીઓએ આજે લાઈફનું પ્રથમ એકાસણું કર્યું હતું. તેમનું મન એકલા જાપમાં થાકી ન જાય માટે થોડો સમય જાપ થયા બાદ વચ્ચે એક ૨૪ તીર્થંકરોની સ્તવનાનું ગીત ભકતહૃદય યેવલાવાળા સુશ્રાવક હિરાચંદજીએ લહેકાવ્યું હતું. "ચોવીસો જિનરાજકો પૂજે, જો કોઈ હોવે મતવાલા, પીવે ભકિતરસ ખાલા" આ ધ્રુવપદ ચલતીમાં ઉપડયું ત્યારે તો બાળક શું કે બુઢ્ઢા શું, યુવાન શું કે પ્રૌઢ શું, તમામેતમામ ડોલવા લાગ્યા હતા. જગ્યાની સંકડાશે અડોઅડ બેઠેલા ભાવિકોએ ડોલતા ડોલતા પાડોશીને બેચાર ધક્કા પણ લગાવી દીધા હતા. પરંતુ ભકિતમાં ભાન ભૂલેલા ભાવિકોએ આ બાબતના ગુનાની નોંધ લેવાનું કે જરા સંભળાવી દેવાનું આજે મોકૂફ રાખ્યું હતું. ગીત પૂર્ણ થતાં મૂળનાયક ભગવાનની તથા ૨૪ તીર્થંકર દેવોની અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી શરૂ કરવામાં આવી હતી. ટાઈમના અભાવે ઉછામણી જલ્દી પૂર્ણ કરવાની હોવાથી ઝપાટાબંધ આદેશો અપાવા લાગ્યા હતા. ટેટાની સેર ફૂટે તે રીતે થોડાક સમયમાં ઉછામણી પૂર્ણ થઈ હતી. જેની આવકનો આંક પર્યુષણ પર્વની સ્વપ્ન દ્રવ્યની આવકને પણ વટાવી ગયો હતો. વચ્ચે વચ્ચે પૂજયશ્રીએ પ્રવચનરૂપે ૨૪ તીર્થંકર દેવોના જીવનચરિત્રની ઝાંખી યોગશાસ્ત્રના આધારે કરાવીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજાનો આદેશ લેનારા પુણ્યાત્માઓ સહુસહુની દેરી સમક્ષ ગોઠવાઈ ગયા હતા. નાના બાળક-બાલિકાઓ, ૨૪ દિકુમારીકા તથા ૬૪ ઈન્દ્ર મહારાજાનું રૂપ ધારણ કરી વિવિધ વેશભૂષામાં મુગટ, બાજુબંધ અને ફુલના હાર પહેરી, હાથમાં ચામર તથા પંખા લઈને હાજર થઈ ચૂકયા હતા. અષ્ટપ્રકારી પૂજાના આઠ આંતરામાં ૨૪ તીર્થંકરદેવોની ગુજરાતી ૩/૩ સ્તુતિઓ ગાવા સાથે પૂજાનો દુહો અને મંત્ર બોલાયા પછી થાળી વાગતાં એકીસાથે મૂળનાયક Jain Education International ભગવાનની તથા ૨૪ તીર્થંકર દેવોની જલપૂજા-ચંદનપૂજા- પુષ્પપૂજા આદિ આઠ પ્રકારની પૂજા ચાલુ થઈ હતી. વચ્ચે વચ્ચે સ્વાહા પદના ઉચ્ચારણથી હૉલ ગાજી ઉઠતો હતો. દિકુમારીકા તથા ઈન્દ્ર મહારાજાઓ ચામર તથા પંખા વીંઝી રહ્યા હતા. પ્રભુની રાજસભાના દ્વારપાલો ચાંદીની છડી સાથે પોતાની ફરજ ભકિતસભર હૃદયે બજાવી રહ્યા હતા. વચ્ચે વચ્ચે થતાં શંખનાદો વાતાવરણને પવિત્ર બનાવી રહ્યા હતા. ઘણા સમય પહેલા કોક રજવાડામાંથી જિનાલયમાં આવી ચૂકેલો એક મોટો વિશાળકાય ઘંટ એક ખૂણામાં હવા ખાઈ રહ્યો હતો. તેને પણ આજે બહાર નીકળીને પોતાનો બુલંદ અવાજ સૌને સંભળાવાનું મન થયું હતું. તેથી તો તેને પૉલીસ કરી સોનેરી-રૂપેરી કલરના આવરણો ચઢાવી સુધોષા ઘંટા નામ આલેખીને પ્રભુના દરબારમાં હાજર કરવામાં આવ્યો હતો. તેના સુશોભિત દેદાર જોતા તેને વગાડવા માટેના પણ ભાવ બોલાવા લાગ્યા હતા. અંતે રૂા. ૭૫૧માં તેને વગાડવા માટેનો આદેશ અપાયો હતો. પૂજાઓની વચ્ચે વચ્ચે આ વિરાટકાય સુઘોષાÜટે પોતાનો મંગલ ધ્વનિ ચાલુ રાખ્યો હતો. અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રભુજીની આરતિ ઉતારવાનો એક ભવ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. આરાધનામાં બેઠેલી બહેનોએ આગલી રાતે ઉજાગરો કરીને આરતિ ઉતારવા માટેની પોતપોતાની થાળીઓને રંગબેરંગી ડીઝાઈનો વડે સજાવીને તૈયાર કરી હતી. માટીના નવા કોડીયામાં આરાધકો પોતાની આરિત સાથે લઈને આવ્યા હતા. મૂળનાયક ભગવાનની ૧૦૮ દીવાની આરતી પ્રગટતાંની સાથે એકી સાથે આરાધકોએ પોતાની આરતિ પણ પેટાવી હતી. આખોયે હૉલ ૧૫૦૦ ઉપરાંત દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠયો હતો. તાલબદ્ધ રીતે "જય જય આરતિ આદિ જિĒદા પદનું ગુંજન શરૂ થયું હતું. શંખનાદો For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252