________________
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦00000000000000000000000000000000000003
માનવ અને મંદિર
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8
89
વિશ્વમાં કોઇપણ માનવજાતિ એવી નહિ હોય કે જેણે મંદિર જેવું કશુંક બનાવ્યું ન હોય. મંદિરનિર્માણની ભાવના માનવનો મજજાગત સ્વભાવ છે. પછી ભલેને માનવ પહાડ ૫૨, પૃથ્વી પર, હીલ પર, વનમાં, ઉપવનમાં કે નિકુંજમાં ગમે ત્યાં વસ્યો હોય. જયાં જયાં એ વચ્યો ત્યાં ત્યાં એ મંદિર જેવું કશુંક બનાવ્યા વિના રહી શકયો નથી.
જાનવર અને માનવની જયારે જયારે ભેદરેખા દોરવામાં આવશે ત્યારે ત્યારે અવશ્ય નોંધ લેવી પડશે કે "માનવ એટલે મંદિર બનાવનારું પ્રાણી”, ઘર તો જાનવર પણ બનાવે છે. મંદિર માત્ર માનવ બનાવે છે. પોતાના આવાસ માટે કીડા, મંકોડા દરો બનાવે છે. સિંહ અને વાઘ ગુફાઓ અને બૉડો બનાવે છે. ઉંદરો બીલો બનાવે છે. સર્વે રાફડા સર્જે છે. પશુ પંખીઓ માળા બનાવે છે. પરમાત્માનું ઘર માત્ર માનવ જ બનાવે છે. કુદરત તરફથી મંદિર બાંધવાનો એકાધિકાર માત્ર માનવને જ મળ્યો છે, જે એણે યથાર્થ કરી જાણ્યો છે. વિવિધ મંદિરોથી ઉભરાતી વસુંધરા એની શાખ પૂરે છે. સંસારમાં જેમ માનવની જાતિઓમાં, ભાષાઓમાં અને પહેરવેશમાં ફેરફાર જોવા મળે છે તેમ માન્યતાભેદના કારણે મંદિરોમાં પણ ફેંરફાર જોવા મળે છે.
જિનાલય, દેવાલય, ઠાકુરવાડી, મઠ, મંદિર, પેંગોડા, ઈસે (શિન્તો), ગુડી (કન્નડ), કોઈન (તામિલ), મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, અગિયારી, સ્થાનક ઈત્યાદિ શબ્દો સીધી રીતે યા આડકતરી રીતે મંદિરના જ સૂચક બને છે.
જેમ ઍરોપ્લેન કે હૅલિકૉપ્ટરને ઉતરવા માટે ઍરોડ્રામ કે હૅલીપેડની જરૂર છે.. જેમ રેડીયો વેવ્સ
Jain Education International
(waves) સર્વ જગ્યાએથી પસાર થતાં હોવા છતાં ટ્રાન્ઝીસ્ટર જરૂરી છે. જેમ ટી.વી. પર પસાર થનારાં દશ્યોના તરંગો બધે વ્યાપ્ત હોવા છતાં ટી.વી. સેંટ પાસે જવું જરૂરી બની રહે છે. તેમ પરમાત્માના અવતરણ માટે ભૂમિશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, મંત્રશુદ્ધિ અને વિધિશુદ્ધિ વડે પરિશુદ્ધ થયેલાં મંદિરોની પણ આવશ્યકતા રહે છે.
મંદિરોનાં નિર્માણમાં સાયન્સનો પણ સમાવેશ કરવામાં આવતો. મંદિરોના ગોળઘુંમટ, ઉંચા શિખરો, ઘંટ, મૂર્તિ, તિલક, ટીકા વગેરે બધું વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલું છે.
અંગ્રેજોએ જયા૨ે હિન્દુસ્તાનનાં મંદિરો જોયા ત્યારે તેમણે મંદિરો પ્રત્યે ધૃણા વ્યકત કરેલી, ઈન્ડિયન ટેમ્પલોને અનહાઈજીનીક કહીને તેમણે હાંસી ઉડાવેલી કેમકે આ દેશનાં મંદિરો, ચારેકોરથી બંધ, બારી-બારણા વિનાનાં, અંધારાં અને હવા (ઉજાસ વિનાનાં હતાં. અંગ્રેજોનાં ચર્ચો ચારે બાજુથી ખુલ્લાં, હવા-ઉજાસવાળાં અનેક બારી-બારણાંઓની સગવડવાળાં હાઈજીનીક હતાં. પરંતુ વર્ષો બાદ જયારે ભારતીય મંદિરોની રચનાઓ પર સંશોધન થયું ત્યારે તે લોકોને સાચી વાતનો ખ્યાલ આવ્યો કે મંદિરોને ચારેકોરથી પેક રાખવાનું કારણ મંદિરની રીસેપ્ટીવિટી જળવાઈ રહે, એમાં સંતો દ્વારા પેદા થતી અધ્યાત્મની ઉર્જાઓ, સંવેદનો, સંભાવનાઓ બહાર ન નીકળી જતાં અંદર જ જકડાઇ રહે, ત્યાં ઉત્પન્ન થતાં મંત્રોચ્ચારોનો પવિત્ર ધ્વનિ એ રંગમંડપમાં જ ઘુમરાયા કરે, ભટકતો ભૂલો પડેલો કોઇપણ આત્મા આ પવિત્ર વાતાવરણમાં પ્રવેશ કરે તો ત્યાંના ચાર્જ વાતાવરણમાં ઝડપાઈ ગયા વિના ન રહે. શાંત, પ્રશાંત અને ઉપશાંત વાતાવરણની અસરથી તેના મનના વિચારો અને
159
For Private & Personal Use Only
www.jainelibrary.org