SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા વિના ખેંચી શકાય નહિ. પણ એ સંતે બેફીકર જણાવી દીધું કે, હું જયારે ધ્યાન કરવા બેસું ત્યારે ખેંચી લેજો. પ્રભુમાં ઓગળી ગયા બાદ તમે ગમે તે કરશો તોય મને કશી જ પીડા નહિ થાય. કેવી અદ્ભુત તલ્લીનતા ! (7) પ્રમાર્જનાં ત્રિક : પ્રમાર્જના ત્રિક ૩ વાર ૩ વાર ૩ વાર ભૂમિનું હાથ-પગનું મસ્તકનું પ્રમાર્જન પ્રમાર્જન પ્રમાર્જન પ્ર = ઉપયોગપૂર્વક, માર્જના = પંજવું. ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં ખેસના છેડા વડે ચૈત્યવંદન કરવા માટે બેસવાની જગ્યાનું ત્રણ વાર પ્રમાર્જન કરવું તેનું નામ પ્રમાર્જના ત્રિક. આ ત્રિકના પાલન માટે ખેસના છેડા ઓટયા વિનાના, છૂટા રેસાવાળા રાખવા જોઈએ , જેથી લાંબા લટકતા કોમળ છેડા વડે સારી રીતે જયણા કરી શકાય. તેમ જ ખમાસમણ દેતાં સંડાસા (હાથ પગ વગેરે શરીરના અવયવો) પણ પૂંજી શકાય. ૩ દિશામાં લેવાનું બંધ કરી માત્ર પ્રભુ સામે નજર પ્રમાર્જના : વિશ્વમાત્રના તમામ જીવ-જંતુઓ, પશુઓપ્રાણીઓ અને પંખીઓના જીવનનો આધાર માનવ છે. માનવના હૈયે દયા ન હોય તો આ બધા જ જીવો પરેશાન અને હેરાન થાય. કયારેક મોત પણ પામે. માનવ દયાળુ રહે ત્યાં સુધી જ આ બધા જીવોનું જીવતર સલામત છે. અન્યથા માનવ કયારે કોનો વિનાશ કરી નાખે તે કહી શકાય નહિ. - આજે પ્રયોગશાળાઓમાં લાખો વાનરો, સસલાં, દેડકાં પર કારમી સીતમો ગુજારવામાં આવે ચૈત્યવંદનમાં જમીનપર બેસતાં પહેલાં ૩ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું. Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy