________________
સુવિધા ધરાવતી સ્પેશ્યલ રૂમો કાયમી ધોરણે અનામત રખાતી હોય છે. અન્ય રૂમો કરતાં એમાં કંઈક સગવડ વધારે હોય છે. આ અનામત રૂમોના બાંધકામનો ખર્ચ જો ટ્રસ્ટીગણે ભોગવ્યો હોય તો કંઈ કહેવાનું નથી પણ જો સમાજના પૈસે આ સગવડ ઉભી કરવામાં આવી હોય તો અન્યરૂમો કરી એનું વિશેષ ભાડું ટ્રસ્ટીગણે ભરીને જ તેનો ઉપયોગ કરવો ઠીક ગણાશે. અમે ટ્રસ્ટી છીએ માટે અમારો હક છે એવો દાવો કદાપિ કરી શકાય નહિ.
24. ટ્રસ્ટીમંડળમાં મોટેભાગે શ્રીમંતાઈના માપદંડથી જ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવેલી હોય છે. તેમ છતાં કેટલાક સ્થળે-તીર્થના જ કામ માટે ક્યાંય જવા-આવવાનું થાય તો તે અંગે તમામ ભાડા ખર્ચ તીર્થના ચોપડે ઉધારવામાં આવે છે. જે શ્રીમંત માણસો પ્લેનમાં ઉડીને પોતાના સંસારના લગ્ન, મરણ પ્રસંગના તમામ વ્યવહારો સ્વખર્ચે કરતા હોય છે. એવા માણસો તીર્થના કામકાજ અંગેનું ભાડું પેઢીના ચોપડે ઉધારે એ કેવી કરૂણતા કહેવાય ! એ કેટલું વ્યાજબી કહેવાય ? કહેવું પડશે કે માત્ર આવા ધનવાનોને ટ્રસ્ટમાં ભેગા કરવા કરતાં તો કોક સારો ગુણીયલ રૂા. ૨૦૦૦ના પગારમાં સર્વીસ કરતો સાધારણ સારો. જે અવસર આવે. ગાંઠના
ગોપીચંદ ખર્ચીને તીર્થસેવાનો લાભ મેળવી લેવા સમુઘત હોય કંાસ માણસો ભગવાનની પેઢી પર શોભી શકે નહિ. ઉદારતાનો ગુણ તો પ્રથમ હોવો જ જોઈએ. અંતરીક્ષજી તેમજ શિખરજીના કેસ અંગે કેટલીય વાર વાસીમ, નાગપુર અને હજારીબાગ (બિહાર) સુધીનો પ્રવાસ પોતાના ખર્ચે કરનારા પુણ્યવાન, ઉદારચારિત્ર શ્રીમંત મહાનુભાવો આજે પણ વિદ્યમાન છે. પ્રભુના શાસનની એ ખરેખર બલિહારી છે.
(આવા એક ઉદારદિલ શ્રાવક શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ આવી અનેક તીર્થસેવા બજાવીને વિ.સં. ૨૦૪૭માં સ્વર્ગવાસી થયા છે.)
Jain Education International
તીર્થસ્થાનોમાં બોર્ડ પર મૂકવા યોગ્ય નિયમો 1. આ તીર્થસ્થાન છે. પવિત્રભૂમિ છે અત્રે દેવાધિદેવની ભકિતમાં અસંખ્ય દેવી-દેવતાઓ હાજારાહજૂર છે.
2. તીર્થની આમન્યા જળવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હીલ સ્ટેશન નથી પણ ધર્મસ્થાનક છે. 3. બહેનોએ ખુલ્લે માથે ફરવું નહિ. 4. ભાઈઓએ સ્ત્રીઓના ખભે હાથ રાખીને ફરવું નહિ.
5. ઠઠ્ઠા-મશ્કરી કે ગંદી વાતો કરવી નહિ. 6. બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. 7. રાત્રિભોજન કરવું નહિ.
8. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કંદમૂળ જેવી અભક્ષ ચીજો ખાવી નહિ.
9. શરાબ, જુગાર જેવાં વ્યસનો સેવવાં નહિ. 10. તીર્થના કમ્પાઉન્ડમાં સીગારેટ-બીડી પીવી નહિ. 11. પાન-મસાલા, તમાકું ચાવવા નહિ. ગમે ત્યાં પીચકારી મારવી નહિ.
12. બાંકડાઓ પર અવિવેકથી બેસવું નહિ. 13. રેડીયો, ટેપ, ટી.વી. વગેરેનો ઉપયોગ કરવો નહિ.
14. કાગળીયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહિ.
15. ક્રિકેટ, બેડમીંટન કે પત્તા રમવાં નહિ. 16. જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચનગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જીત્તાં પહેરીને જવું નહિ.
17. ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઈ વગેરેનો બેદરકારીથી ઉપયોગ ન કરવો.
18. વ્યવસ્થા અંગે કોઈપણ જાતની ફરીયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરીયાદ પેટીમાં કાગળ નાખવો.
19. કર્મચારીઓ માટેની ભેટ ૨કમ બક્ષીસબોક્ષમાં નાખવી.
20. M.C. વાળી બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહિ. તેમજ તીર્થસ્થાનમાં કયાંય આભેડછેટ આવે તે રીતે વર્તવું નહિ.
21. ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો.
133
For Private & Personal Use Only
www.jainelibrary.org