________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
III
ચૈતન્ય વિલાસ થયેલ છે.
જેમની પ્રેરણાથી આ પુસ્તકનું સંકલન થયું છે તેવા પરમાર્થ તત્ત્વરસિક “ભાઈશ્રી' શાંતિભાઈ ઝવેરીની હું ઘણી ઘણી આભારી તો છે જ, સાથે સાથે જેમના કાર્યનિષ્ઠ સહકાર વિના આ પ્રકાશન થવું અસંભવિત છે તેવા આત્માર્થી ભાઈશ્રી ચેતનભાઈ મહેતાની તેમજ ડો. દેવેન્દ્રભાઈ દોશીની ગુરુભક્તિ માટે, મારા હૃદયની બહુમુલ્ય ભાવનાપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
હે! કહાનલાલ આપશ્રી માટે અમ હૃદયમાં અકથ્ય ગુરુ મહિમાની પ્રશસ્ત ભક્તિમાં શું લખવું? કલમ થંભી જાય છે. આપશ્રીના ગુણ ગંભીરા સ્મરણોથી હૃદય ભીંજાય જાય છે. આપનું જીવન સહજ ચૈતન્ય લક્ષ્મીથી સુશોભિત હતું. આપશ્રીના અમાપ ગુણોની ગુણમાતા બનાવવા આ બાળકો અસમર્થ છે.
“ જેમાં નયનોમાં અમૃતના નેહ છલકે છે; જેનાં હૃદયમાં કરુણાના શ્રોત વરસે છે; જેની પ્રશાંત મુદ્રામાં ચૈતન્ય તેજ ચમકે છે;
એવા કહાનલાલનાં ચરણોમાં શિર નમે છે.” હે! કહાનલાલ! આપશ્રીના ચરણકમળની નિરતિશય ભક્તિ પૂર્વક “ચૈતન્ય વિલાસ” પુસ્તક આપશ્રીના કરયુગલમાં અર્પણ કરીએ છીએ.
આ પ્રવચનોનો સ્વાધ્યાય થતાં શ્રદ્ધામાં અર્ધા જ્ઞાતા સ્વભાવનો ક્ષણે ક્ષણે આત્મ સન્મુખતાવાળો પુરુષાર્થ વર્ધમાન થતો રહે અને સર્વે જીવો સાક્ષાત અકર્તા થાઓ. તૃપ્ત થાઓ તેવી મંગલભાવના સાથે ઈત્યલ....
બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com