Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 13
________________ બ્રહ્મચર્યાશ્રમ ચાર આશ્રમે। વિશેની આ વાર્તાલાપશ્રેણિમાં બ્રહ્મચર્યાશ્રમવાળા પહેલા અને સૌથી અધરા વિશે મને ખેલવાનું કહેવામાં આવ્યું છે તેથી હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. ભારતના દિવંગત વડા પ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી. જેએ વિશાળ પરિવાર ધરાવતા હતા, તેમણે એવે એકરાર કર્યાનું સાંભળ્યું છે કે, કુટુંબ નિયેાજન વિશે ખેલવાનું પાતે હંમેશાં ટાળતા હતા, કૈમકે એ વિશે અન્યને ખેાધ કરવાના પેાતાના અધિકાર તેમણે કલ્પ્યા ન હતેા. હું પણ આ વિષય ઉપર ખેલવાના અધિકાર ધરાવતા નથી. જાગ્રત વિવેકથી બ્રહ્મચર્યને માર્ગે ચાલનારા ગાંધીજીએ સુદ્ધાં કહ્યું છે કે, “ એ ખેલવાથી ન સમજાય એવી અને અતિશય કઠણ વસ્તુ છે.' "6 નીતિનાશને માર્ગે ''માં વળી તેઓ કહે છે: બ્રહ્મચર્યંના પૂરા ને બરાબર અ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શેાધ 'તર્ધ્યાન તે તેથી નીપજતા અંતર્નાનથી થાય. એ અંતર્રાન ઇંદ્રિયાના સંપૂર્ણ સંયમ વિના અશકય છે. તેથી સ ઇંદ્રિયાને મનથી, વાચાથી ને કાયાથી સ ક્ષેત્રે, સકાળે સયમ તે બ્રહ્મચ'. આવા બ્રહ્મયનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રી પુરુષ ઈશ્વરની સમીપ વસે છે. તે ઈશ્વર જેવાં છે. "" આવા બ્રહ્મચર્યનું મન, વાચા તે કાયાથી ખતિ પાલન શકય છે એ વિશે મને શંકા નથી. મને કહેતાં દિલગીરી થાય છે કે એવી સપૂ બ્રહ્મચર્યંની દશાને હું પહેાંચ્યા નથી. પહેાંચવાને મારા પ્રયત્ન પ્રતિક્ષણ ચાલ્યાં જ કરે છે. આ જ દેહે એ સ્થિતિએ પહોંચવાની આશા મેં છેાડી નથી.’ આવી બ્રહ્મચર્યની અધરી અવસ્થા ઉપર ખેલવું બુદ્ધિપ્રકાશ, આગસ્ટ ૧૬૯ ] યશવન્ત શુકલ તે અનધિકારચેષ્ટા છે છતાં એક પ્રાપ્તકર્તવ્ય બજાવવાની રીતે હું ખેલવાને પ્રવૃત્ત થયા છું. હિન્દુ સમાજરચનાના પાયે તે વર્ણાશ્રમવ્યવસ્થા છે. કાળના અનેક આધાતા ઝીકાવા છતાં હિંદુ સમાજ ટકી રહ્યો છે, તે વર્ણાશ્રમ વ્યવસ્થાના જ પ્રતાપે. વર્ણવ્યવસ્થા એ સાંસારિક કજ્યેાની, શ્રમવિભાગની વ્યવસ્થા છે. આશ્રમ-વ્યવસ્થા એ વ્યક્તિના વિકાસ-પુરુષાર્થની વ્યવસ્થા છે. દેશ, કાલ, શ્રમ અને ગુણુ એ ચાર તત્ત્વા મનુષ્યવ્યક્તિના જીવન અને વ્યવહારનાં વિધાયક તત્ત્વા છે, એમ પ્રાચીન હિંદુ શાસ્ત્રકારાએ કહ્યું છે. દેશ અને કાલને સંદર્ભરૂપે આપણે બાજુ પર રાખીએ તે પુરુષા અને સ્વભાવથી મનુષ્યચેતના આત્મવિકાસ સાધે છે આશ્રમમાં શ્રમ ધાતુ પુરુષાર્થા દ્યોતક છે, જેમ એ વિકાસની અવસ્થાને પણ ઘોતક છે. આચાય આનંદશંકર ધ્રુવ કહે છે તેમ “ ઋષિએ જેમ વનમાં “ આશ્રમ ’’–રહેઠાણુ-બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ સ'સારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળવુ... હાય તેા ગાળી રીકે તે માટે એમણે બાંધેલાં આ રહેઠાણુ યાને આશ્રમે છે.” આશ્રમેા ચાર કપાયા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહંસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આશ્રમેા ખરેખર ત્રણ કે ચાર અને જો ત્રણ તે કયા ત્રણ એ ઝીણુંા મુદ્દો આ વાર્તાલાપમાં ચવની જરૂર નથી. એના પર ઘણે ધણું! શાસ્ત્ર થયેા છે. જેમ કે શ્વેતાશ્વતર ઉપનિષદ સંન્યાસીને ‘ત્યાશ્રમી' કહે છે ત્યારે એ ત્રણ આશ્રમેા કલ્પીને સન્યાસીને આશ્રમવ્યવસ્થાથી પર ગણે છે. એ જ પ્રમાણે આ ચાર આશ્રમમાં કયા આશ્રમ સૌથી ચડિયાતા એ વિશે પણ મતાન્તરા સભવે છે. પ્રાચીન શાસ્ત્રકારામાંથી કાઈ એ ગૃહ ૨૯૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88