________________
ગુજરાત વિદ્યાસભાને અહેવાલ
સન ૧૯૬૮-૬૯
સ્થાપના ૧. સ્વ. એલેકઝાન્ડર કિન્લોક ફ્રેન્સે તા. ૨૬-૧૨-૧૮૪૮ ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી હતી, એટલે આ સંસ્થા સ્થપાયાને ૧૯૬૮ના ડિસેમ્બરથી ૧૨૦ વર્ષ પૂરાં થઈ ૧૨૧મું વર્ષ ચાલે છે. આ સંસ્થા સન ૧૮૬૦ ના ૨૧મા એકટ પ્રમાણે તા. ૨૯ મી સપ્ટેમબર ૧૮૮૦ના રોજ રજિસ્ટર્ડ થઈ છે.
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ (બેઑ ૨૯, ૧૯૫૦) મુજબ આપણી સંસ્થાને રજિસ્ટર કરાવી છે, અને આપણે રજિસ્ટર નં. એફ. ૨૪ છે. એ અંગેનું ડેપ્યુટી ચેરિટી કમિશ્નરે તા. ૨૬-૯-૧૯૫૨ની તારીખનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નં. ૫૩૨૪ આપણને આપ્યું છે. મુંબઈ સરકારના પાછળના જાહેરનામાથી આપણી સંસ્થા ડિસેમ્બર ૩, ૧૯૫૩ થી પબ્લિક ટ્રસ્ટ કોસ્ટ્રિબ્યુશન ફંડના ભરણામાંથી મુક્ત ગણાઈ છે.
આપણી સંસ્થા વિદ્યાવૃદ્ધિના ક્ષેત્રમાં કાર્ય કરનારી જાહેર સંસ્થા હોઈ એને અપાતાં દાન આવકવેરાની ગણતરીમાં અપાતી હતમાં ગણવા કારોબારી સમિતિના તા. ૧૪-૪-૧૯૪૮ ના ઠરાવથી મધ્યસ્થ સરકારને લખાણ કરતાં સરકાર તરફથી, એ મુજબ આપણી સંસ્થાને માન્ય રાખવાનું તા. ૨૦–૧૦–૧૯૪૮ ના જાહેરનામા નં. ૫૭ ( ક્રમાંક ૬૬) માં જાહેર થયેલું. આ માન્યતા આવકવેરા ખાતાના તા. ૮-૨-૧૮ ના પત્ર નં. ૬૪૪-૬ સી / ૬૭-૬૮ થી ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી છે.
૨. ગુજરાતી ભાષા-સાહિત્યને ઉત્કર્ષ કરે અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી એ ગુજરાત વિદ્યાસભાને ઉદ્દેશ છે.
આ ઉદેશ પાર પાડવા કેળવણી અને વિદ્યાવૃદ્ધિને ઉત્તેજન આપે તેવા ટ્રસ્ટ ફંડો રાખી એને વહીવટ કરવામાં આવે છે, પ્રેમાભાઈ હોલની વ્યવસ્થા રખાય છે, ઉત્તેજન દાખલ પુસ્તક ખરીદ કરી ગ્રંથકર્તાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, “બુદ્ધિપ્રકાશ' માસિક ચલાવવામાં આવે છે, ગુજરાતી ભાષા અને સાહિત્યની સમૃદ્ધિ વધારવા ઉપયોગી પુસ્તકે રચાવી પ્રકટ કરવામાં આવે છે, સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે. શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન ચલાવવામાં આવે છે તથા શ્રી. હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કોલેજ, બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ, નાટયવિદ્યા મંદિર તથા બહેનો માટેની રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ પણ ચલાવવામાં આવે છે. ઉપરાંત બીજી અનેક રીતે ગુજરાતમાં દેશી ભાષા દ્વારા કેળવણી તેમજ જ્ઞાનને વધારો થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે,