Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 51
________________ ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ અમદાવાદ વિભાગની આંતરકૅલેજ સ્પર્ધામાં પણ કોલેજના જુદી જુદી રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ત્રણ વિજય પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું હતું. ચાલુ વર્ષે કોલેજની એન. સી. સી. પ્રવૃત્તિ પણ પ્રગતિશીલ રહી હતી. લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેન એન. સી. સી.માં મરજિયાત ધોરણે જોડાયાં હતાં. કેડેટને પંદરમી ઓગસ્ટના રોજ પ્રતિજ્ઞાવાચન પરેડ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જદા કેડેટેએ વાર્ષિક શિબિરમાં તેમજ વિશિષ્ટ તાલીમ શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. એન. સી. સી. ના વાર્ષિકોત્સવ પ્રસંગે આચાર્યશ્રી યશવંત શુકલના હસ્તે પારિતોષિકવિતરણ કરવામાં આવ્યું હતું. સત્રના આરંભનું મંગલપ્રવચન પ્રૌઢ સામાજિક કાર્યકર પૂજ્ય રવિશંકર મહારાજે કર્યું હતું. પિતાના મનનીય પ્રવચનમાં એમણે વિદ્યાર્થીઓને જીવનનું ઘડતર કરે તેવું શિક્ષણ પામવાને તેમજ શરીરનો ઉપયોગ સેવાના કાર્ય માટે કરવા અનુરોધ કર્યો હતો. પંદરમી ઑગસ્ટ ૨૧ મો સ્વાતંત્ર્યદિન ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી. રાધવજીભાઈ લેઉઆના પ્રમુખસ્થાને ઊજવાયો હતો. આ દિવસે સભાખંડમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લેકમંગલને સંગીતનો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. આ ઉપરાંત વર્ષ દરમ્યાન કોલેજમાં ચાલતા જુદાં જુદાં સ્વાધ્યાય વર્તુળાના ઉપક્રમે અનેક વિદ્વાનોનાં વ્યાખ્યાનો ભેજવામાં આવ્યાં હતાં. કોલેજના પ્લાનિંગ રમના ઉપક્રમે ચાલુ વર્ષે પણ આયોજન સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું જેમાં સર્વશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, પ્રિ. એચ. કે. ત્રિવેદી, પ્રો. જિતેન્દ્ર ધોળકિયા, પ્રો. બબાભાઈ પટેલ, પ્ર. ઠાકર મિસ્ત્રી ઈત્યાદિ વિદ્વાનોનાં પ્રવચનોનો લાભ મળ્યો હતો. - વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં કોલેજે અપનાવેલા કલોલ તાલુકાના સઈજ ગામે જુદા જુદા વિષયના આઠ અધ્યાપકાએ લાકભાગ્ય પ્રવચન આપ્યાં હતાં. આ યોજના હેઠળ યુનિ.નું વાર્ષિક વ્યાખ્યાન આપવા માટે વડોદરાની મ. સ. યુનિ.ની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટના નિયામક અને ગુજરાતી વિભાગના વડા ડૉ. ભેગીલાલ સાંડેસરાએ “પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતનું ધર્મજીવન” એ વિષય પર ગુજ. યુનિ.ના કુલપતિશ્રી ઉમાશંકર જોશીના પ્રમુખપદે વ્યાખ્યાન આપ્યું હતું, જનરલ એજ્યુકેશન વ્યાખ્યાનમાળામાં પણ સર્વશ્રી ફાધર વાલેસ, શ્રી. છોટુભાઈ સુથાર, શ્રી દિનકર મહેતા, યુનિ. વિજ્ઞાન ભવનમાંથી ડો. વૈદ્ય, ડો. પનુભાઈ ભટ્ટ વગેરે વિદ્વાનોને લાભ લેવામાં આવ્યો હતો. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી સરદાર પટેલ યુનિ. વલભવિદ્યાનગરના કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલના પ્રમુખસ્થાને કરવામાં આવી હતી. દર વર્ષની જેમ યુવક મહોત્સવની સ્પર્ધાઓમાં કલેજે ઉમંગથી લાભ લીધે હતો. આ સ્પર્ધાઓમાં શાસ્ત્રીય નૃત્યમાં એલિસબ્રિજમાં કુ. દક્ષા શેઠે કથ્થક રજૂ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. યુનિ.ની આખરી સ્પર્ધામાં કુ. દક્ષાએ પિતાનું એ સ્થાન જાળવી રાખ્યું હતું. એલિસબ્રિજ વિભાગમાં કોલેજે રજૂ કરેલ સમૂહનૃત્ય ત્રીજા નંબરે અને એકાંકી મુકુન્દરાય” બીજા નંબરે આવ્યું હતું. આ વર્ષની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું તે માટે મુખ્ય મંત્રીશ્રીના ફાળા માટે કોલેજના વિદ્યાથીઓએ રૂ. ૬,૦૦૦ ની રકમ ઊભી છે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88