________________
૨]
બુદ્ધિપ્રભા
(તા. ૧૦-૬-૧૯૬૪
અંતિમ ઈચ્છા.
.. એકવાર સવારમાં મેં પૂછયું-“તમે વધારે સમય આ સંસારમાં હયાત રહો તે શું મહત કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે એમ તમને લાગે તો તમારી ઈચ્છાને અનુસાર શખ્સને તમે શું કર્વાનું કહે ?
તેઓએ પણ કહ્યું –“હું હવે ઝાઝે સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુળ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈનો બને, એવા પિનાઓ તૈયાર થાય અને સમથ આચાર્યો બને, એવા નિઃસ્પૃહીઓ નીવડે તથા નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે.
આ કાર્ય હું ન કરી શકું તો અજીતસાગરસૂરિજી અને તમે તે કરો એમ હું ઇચ્છું છું.
બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીનાં અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.” ખરેખર! તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યું છે.
મુનિરાજ શ્રી સિદ્ધિમુનિજી રમારક ગ્રંથ પાન નં. ૧૭૧–૧૭રે.