________________
તા. ૧૦-૬-૧૯૬૪ બુદ્ધિપ્રભા
[ ૮૫ પ્રસંગને અનુરૂપ પૂજન-પ્રભાવના આદિ થયું હતું. સિદ્ધચક પૂજનમાં પરીખ ભાઈઓએ હીરા-માણેકથી સિદ્ધચક્રનું પૂજન કરી બહુ મૂલ્ય લ્હાવો લીધો હતો. પરંતુ આ બધાયમાં સદાય યાદ રહી જાય તે પ્રસંગ તે આ હતો. પૂજ્ય પંન્યાસજીના પુણ્ય સહવાસને પાવન સમાગમથી પરીખ કુટુંબના તમામ ભાઇઓ એક રડે ને એક જ સાથે જમ્યાં હતાં. કુટુંબ માટે આ સપ્તાહનું સંમેલન પ્રથમવારનું જ હતું. જે સદાય અવિરમરણીય બની રહેશે.
આ ઉપરાંત ચિત્રોડા ગામે પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબે, નવદીક્ષિત મુનિરાજ શ્રી મૃગેન્દ્રસાગરજી મ. સા. ને વડી દીક્ષા આપી હતી. આ નવ સાધુ પૂ. પં. પ્ર. મ, શ્રી ઈન્દ્રસાગરજી મ. સા. ના શિષ્ય છે. વડી દીક્ષા વૈશાખ વદ છઠના રોજ થઈ હતી. આ પ્રસંગે સાધર્મિક વાત્સલ્ય પણ થયું હતું.
પાલનપુરને જે જ બીજો પ્રસંગ પૂજય પંન્યાસજી મ. સાહેબે લોદ્રામાં યાદગાર બનાવ્યો હતે. લેવાના સ્વ. શેઠ શ્રી ત્રીકમલાલ છગનલાલના શ્રેયાર્થે સર્વશ્રી ચંદુલાલભાઈ, કાંતિલાલભાઇ, રતિલાલભાઈ તેમજ સિકલાલભાઈ તરફથી ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી, શ્રી બહત સિદ્ધચક્ર પૂજન તેમજ અષ્ટાલિકા, મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબે તેમના પ્રવચનમાં લક્ષ્મીની લીલા વિષે એવી તે સચેટ રજુઆત કરી હતી કે તેમની એ જવલંત પ્રેરણાથી શેઠશ્રી રતીલાલભાઈના ધર્મપત્નીએ સેનાની કંઠીથી તેમજ શેઠશ્રી ચંદુલાલભાઈ શેઠશ્રી કાંતિલાલભાઈ તેમજ શેઠશ્રી રસિકલાલભાઈએ સેનાની ગીનથી અને
દ્રા નિવાસી શેઠશ્રી અમૃતલાલ સકરચંદભાઈએ તેમજ આગલેડ નિવાસીના એક ભાઈએ સોનાની વીંટીથી અરિહંત પદ તેમજ બીજા પદેનું પૂજન કર્યું હતું. એક બેને પિતાની મોતીની કંઠી પ્રભુને પહેરાવી સમસ્ત પૂજનને કળશ ચડાવ્યો હતો. આ મંગળ દશ્ય જોનારા કહે છે કે એ દિવસે જાણે દહેરાસરમાં સુવર્ણની ગંગા સદેહે ફરવા નીકળી હતી !
આ પ્રસંગે પૂજા તેમજ ભાવનામાં પાલનપુરના પ્રસિદ્ધ સંગીતકાર શ્રી, હરજીવનદાસ હુકમીચંદભાઈએ સંગીતની ધૂનથી સારાય પ્રસંગને યાદગાર બનાવવામાં ઘણું જ મહત્વને ભાગ ભજવ્યો હતો.