Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 84
________________ ૮૨] બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ વધાવ્યા હતા. ને તેમની રાહમાં સાથિયા (ગહેલી) પૂર્યા હતાં. અને ભાવથી તેઓ સૌએ વંદના કરી હતી. અન્ય ઠાકોર સાહેબના કુટુંબી સભ્યોની બેનોએ પણ તે સૌ સૌના ઘર આંગણે ગહેલી કરી હતી. આ વરડામાં ગામ પરગામથી બીજા પણ અનેક શ્રાવકે પધાર્યા હતા. વૈશાખ વદ એકમના રોજ ઠાકાર શ્રી જોરાવરસિંહજી પિતાના રાજ્યપરિવાર સાથે, પૂજ્ય આચાર્ય ભગવંતને પોતાના રાજમહેલમાં, પુનિત પગલાં કરાવવા માટે પધારવા વિનંતી કરવા આવ્યા હતા. અને રાજમહેલમાં તેઓ સૌએ તેમને ભાવભીની વંદના કરી હતી તેમજ આચાર્યશ્રીની મંગલવાણીનો. લાભ લીધો હતો. તેમજ જ્ઞાનપૃજન અને સુપાત્રદાનને પણ ૯હાવો લીધો હતો. વરસગાંઠ નિમિત્તને વડ શેઠ શ્રી પરભુદાસ સરૂપચંદ તરફથી યોજવામાં આવ્યો હતો. જ્યારે શેઠ શ્રી મગનલાલ મોતીચંદના કુટુંબીઓએ શાંતિસ્નાત્ર ભણાવી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું હતું. આઠ દિવસના આ ભવ્ય મહત્સવમાં રોજ બે ટંક સાધર્મિક વાત્સલ્ય થયું હતું. પૂજા આંગીને પ્રભાવના પણ થયાં હતાં. આ પૂજા ભાવનાઓમાં સંગીતની ધૂન માધમ મંડળવાળા શ્રી શાંતિલાલ મોતીલાલ તેમજ પાદરા નિવાસી સુંદર ગાયક શ્રી કનુભાઈ મારતરે સંભાળી હતી. તેઓ બંને પિતાના સ્ટાફ સાથે આવ્યા હતા. તેથી પૂજામાં ઘણે જ આનંદ વર્તાયો હતો. આ બધા જ મહોત્સવની મિા વિધાન, શ્રીમાન શ્રી મેહનલાલભાઈ તેમજ તેમના સહકાર્યકરોએ કરાવ્યાં હતાં. સુણ ચંદાજી સીમધર–પરમાતમ પાસે જાજે.. (ડેલીથી વિજપુર) સ્વ. શ્રી પોપટલાલ કચરાભાઈ રવશ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. ના પરમ ભકત હતા. શ્રીમદજીની આજ્ઞા તેઓ એક અવાજે ઉઠાવતા હતા. તે ભકિત વારસો તેમના સુપુત્ર શ્રી બાબુલાલ પિપટલાલે સારી રીતે જાળવી રાખે છે. પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજીની શુભ પ્રેરણાથી, પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા અહિંસાનું રચનાત્મક કાર્ય કરી રહેલ છે એ બોડેલી ગામમાં તેઓશ્રીએ (બાબુભાઇએ) વિહરમાન તીર્થકર ભગવંત શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. અને ત્યાંથી વિજાપુર સમાધિ મંદિરમાં તેને બિરાજીત કરી હતી. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરિજી આદિ ઠાણા અત્રે આવતાં વૈશાખ સુદ તેરસના રોજ તેમના વરદ હસ્તે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ નિમિત્તે વરઘોડે પણ યોજવામાં આવ્યા હતા. આ સારો પ્રતિષ્ઠા મહત્સવ શ્રી બાબુલાલ પિપટલાલે કરાવ્યો હતો.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94