Book Title: Buddhiprabha 1964 03 SrNo 53 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ તા. ૧૦- ૯૬૪ બુદ્ધિપ્રભા [૩ તેને અમુક ગમ્યું ને અમુક ન ગમ્યું એવું તે પ્રાયે લેખક કે સામયિકના અધિપતિને લખે છે. નિષ્કામ કર્મચગીઓ સાથે આપણા વાચકવર્ગને સરખાવું તો તે ખોટું નહિ લેખાય. હું વાચકવર્ગ પર એટલા માટે ભાર મૂકું છું કે તેઓ જે માંગે છે તેવું સામાયિકના અધિપતિએ પીરસે છે. વાચકને શું જોઈએ છે એ જ જે તેઓ ન કહે અને મગનું નામ મરી ના પાડે તો અધિપતિએ પણ શું કરે? ખરેખર આપણુ વાચકવર્ગની આવી સુરત મનોદશા દુ:ખદ છે. આપણા સમાજના વાચકે જે એમ ઇરછતા હોય કે આપણા સમાજના સામયિકે ‘ઇતર સમાજના સામયિકે જેવા માતબર ને સાહિત્યસભર બને તે તેઓએ -આપણા સમાજના સામયિકોના અધિપતિએને સદાય જાગૃત રાખવાના રહેશે. યાદ રાખો, કુમાર નવચેતન-સમર્પણ-નવનીત વગેરે સામયિકે આજ જે સ્થિતિ પર છે તેમાં તેમના વાચકોની જાગૃતિને ધણે મોટો હિસ્સો છે. તેઓ તે તે માસિક વાંચીને તેમની કૃતિઓ વિષે, તેના લેખકે વિષે, તિના વિભાગ વિષે નીડર અને ઉચિત એવી ભાષામાં પત્ર લખે છે ને પિતાના ગમા-અણગમાં જાહેર કરે છે, “ચર્ચા ચેર” “ખુલ્લે બારણે” ગોષ્ઠી” વગેરે જુદા જુદા પત્રના આ વિભાગે વાચકોની સજાગતા બતાવી જાય છે. આપણા સમાજના સામયિકોના અધિપતિઓ પણ આવી કટાર ચાલુ કરી શકે પરંતુ તેના વાચકે એવું કંઈ લખી મોકલે તો ને? વાચકે જે એટલે સક્રિય રસ લઇને થોડો લખવાનો સમય કાઢે તે મને તો જરૂર આશા છે કે આપણે સામચિકે મોડે મોડે પણ ઈતર સાહિત્યની હરોળમાં ઉભા રહી શકશે. બુદ્ધિપ્રભા તેના માનવંતા વાચકને એવા પત્રો લખવાનો અનુરોધ કરે છે. બુદ્ધિપ્રભા માં આવતી સાહિત્ય સામગ્રી વિષે આપને, અમારી જરાય શરમમાં રહ્યા વિના ઉચિત ભાષામાં નીડરપણે આપનું મંતવ્ય લખી મોકલવા સૌને નિમંત્રણ આપે છે. આશા રાખું છું “બુદ્ધિપ્રભા ના વાચકે જાગૃત બનીને મને જાગૃત રાખશે જ. (અધિપતિએના તેમજ પ્રકાશકોની જ્વાબદારી વિષે આગામી અંકમાં ચર્ચા કરીશ.)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64