Book Title: Buddhiprabha 1964 03 SrNo 53 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 4
________________ સંપાદકીય આપણા સમાજમાં બહુમુખી પ્રતિભા ને સર્વતોમુખી સર્જનશક્તિ ધરાવતા લેખકને દુકાળ તો છે જ પરંતુ આપણી પાસે ઉત્તમ પ્રકારના સાહિત્યની સૂજ ધરાવતાં વાચકવર્ગને પણ દુકાળ છે. સર્વાગી દુકાળ ને દુકાળ જ છે અને ક્યાંય મીઠી વીરડી પણ નથી એવું કહેવાનો મારો આશય નથી જ પરંતુ જ્યાં સારુય સહરા ધખધખે છે ત્યાં એકાદ ઝરણાં કે એકાદ વીરડીથી સંતોષ લે એ તો આપણું અલ્પ સંતોષી માનસ જ બતાવે છે. અને પ્રગતિ વાંછુના રાહમાં અ૮૫ સંતોષ એ તેના વિકાસનું પૂર્ણવિરામ છે. વાચકે સાહિત્ય જગતમાં ઘણું જ મહત્તવને ભાગ ભજવે છે. તેઓ લેખકને સજે છે. તેની સર્જનાને તે સંસ્કારે છે. લેખક તેમજ તેની કૃતિની પ્રતિષ્ઠાને પણ તે જ નક્કી કરી આપે છે, આવું અગત્યનું સ્થાન ધરાવનાર વાચક જ જે સુસ્ત ને ઉપક્ષિત વલણ રાખે તે પછી સારી એવી કૃતિઓને સારા એવા લેખકોની અપેક્ષા કયાંથી રાખી શકાય ? આપણા સમાજમાં અનેક પ–સાપ્તાહિક, પાક્ષિક, માસિક વગેરેના ગાળે પ્રગટ થાય છે. પુસ્તકોનું પ્રકાશન પણ દર વરસે થોકબંધ થાય છે. એ તમામમાંથી એકાદ પણ ઇતર સાહિત્યની હરોળમાં ઊભું રહી શકે એવું એકાદ પણ સામાયિક કે પુસ્તક આપણી પાસે છે ખરું? વધારે પાનાના પ્રકાશન એ સાહિત્ય જગતમાં સિદ્ધિનું પ્રમાણુ નથી. સાહિત્યની સિદ્ધિ તે નક્કર સર્જનમાં છે. વાસ્તવિક ને સચોટ આલેખનમાં છે. સત્યમ શિવમ–સુંદરમ્ ના ત્રિકોણ આયોજનમાં સાહિત્યની સિદ્ધિનું પ્રમાણ રહેલું છે. આમ જોતાં આપણા સામયિકે તેમજ આપણું થતાં પ્રકાશને ઇતર સમાજમાં આવકારપાત્ર સાથી નથી બનતાં તેનું કારણ શોધવાનો સમય હવે પાકી ગયો છે. આના માટે જવાબદાર કેઇ પણ હોય તો તે આપણા સમાજને વાચક વર્ગ છે. સર્જક અને પ્રકાશક વર્ગ પણ આમાંથી બાકાત તો નથી જ. આપણા સમાજનો વાચકવર્ગ એપક્ષી ને નિકીય છે. તે જે આવે છે તે જ માત્ર વાંચે છે. વાંચ્યા પછી આ વર્મને કઈ જ સવાલ નથી તે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64