________________
જન વિદ્યાથી જગત
સંપાદક:--
શ્રી ભગવાન શાહ શ્રી ગુણવંત શાહ મારા અંગત અને ખાસ મિત્ર છે. તેમની સતત ટકર અને પ્રેરણાથી હું આજ સાહિત્ય જગતમ પા પા પગલી ભરું છું. આ વિશાળ દુનિયામાં હું તે આજ ચાલણ ગાડી લઇને ચાબતે માત્ર નાનું બાળક છું.
જનધર્મ તેમ જ જૈન સાહિત્યને હું ઊંડે અભ્યાસી નથી, થોડું ઘણું હું જે કંઈ જાણું છું ને માત્ર વાચન અને ઘોડાક અભ્યાસીઓના પરિચયથી જ.
આ વિભાગમાં હું કંઈ શાસ્ત્રીય અભ્યાસ કરાવી શકું તેમ નથી. જૈનધર્મ સમાજ સાહિત્ય તેમ જ તેના ઈતિહાસની ઉડતી માહિતી હું આપી શકું તેમ છું. આવી એક ચેખવટ સાથે મેં આ વિભાગ ચલાવવાનું સ્વીકાર્યું છે.
વિદ્યાર્થીઓ માત્ર સુત્રોને અભ્યાસ કરે એ હવે પૂરતું નથી. એ અભ્યાસ ઉપરાંત તેની પાસે જૈનધર્મનું, તેના ઇતિહાસનું, તે: સમાજ અને સાહિત્યનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. આ વિભાગમાં. જૈન વિદ્યાર્થી ભાઈ-બહેનનું તેવું સામાન્ય જ્ઞાન વધે તેવી સામગ્રી આ માસથી નિયમિત આપતે રહીશ.
હું આશા રાખું છું વિદ્યાર્થી દેતે પણ મને આ વિભાગને સમૃદ્ધ કરવા સાથ આપશે. બુદ્ધિપ્રભાના માનવંતા વાંચકે જેગ.
તમારા સૌની કુશળતા ચાહું છું. બુદ્ધિપ્રભા” માં “જન વિદ્યાર્થી જગતને એક નવિન વિભાગ શરૂ કરતાં તેમજ તેનું સંપાદન શ્રીયુત ભગવાનદાસ ગુલાબચંદ શાહને સેપતા હું આનંદ અનુભવું છું. તમે પણ તેમાં સહભાગી બનશો જ એવી આશા નકામી નહિ જાય.
આપણે સમાજના સામયિકોમાં આ જાતને વિદ્યાર્થીઓ માટે એક ખાસ વિભાગ ચાલુ કરવાનો અમારો આ પ્રથમ પ્રયાસ છે. “બાળ-વિભાગ” ધણ ચલાવે છે. પણ આ વિભાગ એ અમારી પહેલ છે.
પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે તેમ જ શિક્ષક ભાઈબહેને માટે પણ આ વિભાગ અમૂલ્ય માહિતીજ્ઞાન આપનારો બની રહેશે. શ્રી સંપાદક તે તે માટે મહેનત ને શ્રમ કરશે જ. પરંતુ વિદ્યાર્થીઓએ પણ સાથ આપવાને રહેશે. તેમના સાથથી આ વિભાગ વધુ સમય ને શાન સમૃદ્ધ બની રહે એ સ્વાભાવિક છે.
આ વિભાગ માટે દરેકને આમંત્રણ છે. તમારી પાસે જેનો ગૌરવ લઈ શકે તેવી તેમ જ જૈનધર્મ-સમાજ-સાહિત્ય ને ઇતિહાસ વિષયક કેઇ પણ છેડી કે વધુ માહિતી હોય તે જરૂરથી લખી મોકલવા નિમંત્રણ છે. પ્રેષકના નામ સાથે તે જરૂરથી પ્રગટ કરવામાં આવશે.
વિશેષ તો હવેથી આ વિભાગના સંપાદક જ તમારી સાથે પત્રથી વાત કરશે.
એજ લિ. ગુણવંત શાહ