Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 47
________________ hત મ જષા સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી પ્રકૃતિના સૌન્દર્ય તોમાં સાગરનું સૌન્દર્ય એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેનામાં સૌન્દર્યનું વૈવિધ્ય છે. તે કદી રૂદ્ર દેખાય છે તે કદી તે સૌમ્ય. કદીક તે ઉત્સાહથી ઉછળતા જણાય છે તે કદી લાંબે પડખે સૂઈ ગયેલે આળસુ ને જડથુસ્ત ! કદીક એ સંગીતની ધૂનમાં મસ્તરામ બની બેઠેલે દેખાય છે તે કદીક તે યોગ સમાધિમાં પડેલે જણાય છે. કદીક એ મસ્તાને ફકીરના વેવમાં હોય છે તે કદીક એ ચિંતાના ભારથી થાકી ગયેલા મુસાફરના વેષમાં હોય છે. કયારેક દિલ ધડકાવી નાંખે તે ભયાનક હોય છે તે કદીક તે એવા નાના બાળક જેવો હોય છે કે જાણે તેને લાંબા પગ કરી તેના પર તેને સુવાડીને રમાડયા કરીએ. જીવન પણ એક સાગર જ છે ને ? ધર્મશાસ્ત્રો તે જીવનને ભવસાગર જ કહે છે ને ? અને એ છેટું પણ નથી. જીવન પણ વિવિધ સૌન્દર્યથી જ સભર છે. અને માનવી તો ભવસાગરમાં ઉછળતું એક મોજુ છે. ઉત્સાહમાં એ ઉછળે છે. ઉકળાટમાં એ પડાય છે, સાગરના મેજાની જેમ સ્તો. પરંતુ બધા માનવ કંઈ સાગરને મેજ જેવાં નથી હોતા. સાગરનું મોજું તે પછડાય છે, ભાંગીને ભૂકકો થઈ જાય છે તે પણ ફરીને બળ ભેગું કરીને એ ઊંચે ચડે છે. દેટ મૂકે છે. પથ્થર સાથે બાથ ભીડે છે અને અવિરત શ્રમ કરતાં એ આગળ વધે છે. રાહમાં ઉભેલા ખડકને પણ એ ધોઈ નાંખે છે ને આગળ ધપે જ જાય છે. મોજાનું જીવન સદાય જાગૃત છે. ચેતનમય છે. તેનામાં નિરાશા નથી. પરાજ્યની પથારી નથી. - બધા માનવ મેજાએનું કંઇ આવું નથી. નિરાશાના એક જ ખડક સાથે અથડાતાં એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. લમણે હાથ દઈને બેસી જાય છે. જીવનમાંથી આશા જ ગુમાવી દે છે. હિંમત પણ ખોઈ બેસી છે. _એવા નાહિંમત ને નિરાશ, આળસુને જડભૂસ્ત, બેદિલ ને બાવરા માનવોને પ્રેરણા આપતા જાણે ગુરુદેવ કહે છે – “ એ રાત કાળી લાંબી તે, ક્ષણ ક્ષણ વિષે દૂર થશે, થાશે અરે ! વહાણું મજાનું, સૂર્ય આવશે.” સંકલન

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64