Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ આ જીવનચરિત્રમાળાનું નામ નવજીવન પ્રકાશન મંદિરે પહેલી આવૃત્તિમાં “અવતારલીલા લેખમાળા” રાખેલું અને તે મેં રહેવા દીધું હતું. પણ એ નામની યોગ્યતા વિષે મારા મનમાં શંકા હતી જ. અવતાર' શબ્દની પાછળ સનાતની હિંદુના મનમાં જે વિશેષ ક૯૫ના રહેલી છે, તે કલ્પના અને માન્ય નથી એ તો પહેલી આવૃત્તિની પ્રસ્તાવના વાંચતાં જ સ્પષ્ટ થાય છે, અને તે કલ્પનાની સાથે પિોષાતી ભ્રામક માન્યતા કાઢી નાંખતા છતાં રામ-કૃષ્ણાદિક મહાપુરુષ પ્રત્યે પૂજ્યભાવ જાળવી રાખવો એ આ પુસ્તકનો એક હેતુ છે એમ કહેવામાં હરકત નથી. વળી “અવતાર શબ્દ સાથે “લીલા” શબ્દનું જોડાણ વૈશ્વ સંપ્રદાયમાં ખાસ પ્રકારની માન્યતા નિર્માણ કરે છે, અને “લીલા” શબ્દ અનર્થમૂલક પણ થયે છે એમ મને લાગ્યું છે. આથી “અવતારલીલા લેખમાળા” એ નામ કાઢી નાંખ્યું છે. પણ, મેં પ્રસ્તાવનામાં “અવતારી પુરુ” એવા શબ્દો આ ચરિત્રનાયકે વિષે વાપર્યા હતા અને તે ઉપરથી પ્રકાશકે “અવતારલીલા લેખમાળા” એવું નામ રાખ્યું હોય એ સંભવિત છે. મરાઠી ભાષામાં અવતારી પુરુષ” એક રૂઢિપ્રયોગ છે, અને તેને અર્થ કેવળ વિશેષ વિભૂતિમાન પુરુષ એટલે જ થાય છે. અને એ રીતે શિવાજી, રામદાસ, તુકારામ, એકનાથ, લેકમાન્ય તિલક વગેરે કોઈ પણ લોકોત્તર કલ્યાણકર શક્તિ પ્રગટ કરનાર જન “અવતારી પુરુષ” કહેવાય છે. એ શબ્દ વાપરવામાં મારા મનમાં એટલી જ કલ્પના હતી. પરંતુ ગુજરાતીમાં એ શબ્દપ્રયોગ ન હોવાને લીધે એથી થોડોક ગોટાળો ઉત્પન્ન થયે છે, અને તેથી એ શબ્દપ્રયોગ આ આવૃત્તિમાંથી કાઢી નાંખે છે. આ ટૂંકાં ચરિત્રોની સાચી ઉપયોગિતા કેટલી ? ઇતિહાસ, પુરાણ કે બૌદ્ધ-જૈન-ખ્રિસ્તી શાસ્ત્રોનો બારીક અભ્યાસ કરી, ચિકિત્સક વૃત્તિથી મેં કાંઈ નવું સંશોધન કર્યું છે એમ કહી શકાય એમ નથી. એ માટે વાચકે શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય કે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરેનાં વિદ્વત્તાપૂર્ણ પુસ્તકોને અભ્યાસ કરવો જોઈએ. વળી ચરિત્રનાયકે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 122