Book Title: Buddha ane Mahavira Author(s): Kishorlal Mashruvala Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 9
________________ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે. આ જીવનપરિચય વાંચી વાંચનાર મહાપુરુષોને પૂજત થાય એટલું બસ નથી. એમની મહત્તા શાને લીધે છે તે પારખવા શક્તિમાન થાય અને તેમના જેવા થવા પ્રયત્નશીલ થાય તે જ આ પુસ્તક વાંચવાને શ્રમ સફળ થયો ગણાય. છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઈ નવું છે તે વિચારે મને પ્રથમ સૂઝયા છે એમ નથી કહી શકતે. મારા જીવનના ધ્યેયમાં તથા ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનાર મારા પૂજ્યપાદ ગુરુદેવને એ માટે હું ગણું . છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી. - રામ અને કૃષ્ણના લેખ માટે હું રા. બા. ચિન્તામણિ વિનાયક વૈદ્યનાં એ અવતારોનાં ચરિત્રોના ગુજરાતી અનુવાદકને અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી ધર્માનંદ કોસંબીના “બુદ્ધલીલા સાર-સંગ્રહ અને “બુદ્ધ, ધર્મ અને સંઘને અણું છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત “ત્રિષ્ટિશલાકા પુરુષને આધારે છે અને ઈશુ માટે બાઈબલનો ઉપયોગ કર્યો છે. માગશર વદ ૧૧, કિશોરલાલ ઘ૦ મશરૂવાળા સંવત ૧૯૭૯Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 122