Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ૨ ખીજી આવૃત્તિના ખુલાસામાંથી આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવા હું મારી અનુમતિ આપવામાં આનાકાની કર્યાં કરતા હતા. કારણ કે, જોકે પુસ્તકની પ્રસિદ્ધ થયેલી સમાલેાયનાએ બધી અનુકૂળ હતી, છતાં ગાંધીજીના સંબંધથી મારા સાથી જેવા કહી શકાય એવા એક મિત્રે એ પુસ્તકાનેા બહુ બારીકીથી અભ્યાસ કરી એ ઉપર વાંધાઓની યાદી રજૂ કરી છે. એમને મત એવા થયે છે કે મેં ઞા પુસ્તકામાં “રામની કેવળ વિડંબના કરી છે”, “કૃષ્ણને તા વળી ધાણુ જ કાઢી નાખ્યા છે”, અને “બુદ્ધને માથે કરવામાં પણુ બાકી નથી રાખી. પોતે જૈન ન હાવાથી મહાવીર' વિશે એ ટીકા કરવા અસમર્થ હતા. પરંતુ એકએ જૈન મિત્રએ મહાવીરના મારા આલેખન વિશે પેાતાના તીવ્ર અસતેાષ પ્રગટ કર્યાં હતેા, અને ઈશુ ખ્રિસ્ત’વિશે એ ગુજરાતી ખ્રિસ્તીઓના વાંધાઓ પણ આવેલા છે. ‘સહજાનંદ સ્વામી’નું પુસ્તક સંપ્રદાયમાં અમાન્ય જેવું રહ્યું છે એમ કહેવાને હરકત નથી. આ સ્થિતિમાં પુસ્તક ફરીથી પ્રસિદ્ધ થાય તે પહેલાં ટીકાકારોની દૃષ્ટિથી મારે એ પુસ્તક કરી ફરી વિચાર જવાં જોઈ એ અને એ જેમને ગમ્યાં હાય તેમને શા કારણુથી ગમ્યાં એ જાણવું જોઈ એ અને બીજી આવૃત્તિને જરૂર પડે તે સુધારવી જોઈ એ એમ મને લાગ્યું. આ કારણથી બીજી આવૃત્તિ કાઢવા માટે મારા ઉત્સાહ મંદ હતા, પણ બાઈ રણછેડજી મિસ્ત્રાતા આગ્રહ ચાલુ જ હાવાથી છેવટે મારે એમની ઇચ્છાને વશ થઈ બીજી આńત્ત કાઢવા અનુમતિ આપવી પડી છે. અનુમતિ આપી છે' એટલે, અર્થાત્, પુસ્તક ફરીથી ધારી પણ ગયું! છું, અને કેટલેક ભાગ ફરીથી લખી નાખ્યું છે. પણું જે સુધારા કર્યાં છે તેથી મારા ટીકાકારીને સંતેવી શંકા એવી ખાતરી આપી શકતા નથી. ઊલટું, આ જીવનચરત્રાના પ્રતાપી નાયકે પ્રત્યે મારું વલણુ જ્યાં જ્યાં પહેલી આવૃત્તિમાં મેઘમ રહેલું હતું તે વધારે સ્પષ્ટ થયું છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 122