Book Title: Bramhacharijini Jivan Rekha Author(s): Shanti Patel Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ [૬] ઝંખના ખૂબ વધી અને ભગવાનને દરરોજ પ્રાર્થના કરતા કે હે ભગવાન, તું મને ભણવ, મારે ખૂબ ભણવું છે. પણ શરમના માર્યા મોટા ભાઈને કહી શકાતું નહીં. પ્રસંગવશાત્ પરગામથી આવેલા એક સગાએ “કેમ ભણતા નથી ?' એમ પૂછતાં, ભણવાની ઈંતેજારી બતાવી. એટલે તેમણે નરસિંહભાઈને કહ્યું કે ગોરધનને ભણાવોને. ફરીથી પેટલાદ અંગ્રેજી પહેલા ઘોરણમાં દાખલ થયા. અંગ્રેજી સારું હતું એટલે પરીક્ષા લઈ બીજામાં બેસાડયા. બેંડિંગમાં રહેવાની જોગવાઈ અને મેંતીભાઈ અમીનની દેખરેખ એટલે દાઝ રાખી બીજું-ત્રીજુ ઘારણ સાથે કરી ગુમાવેલા બે–એક વર્ષને બદલો વાળ્યો. ત્યાં તે જીવનને નક્કર ઘાટ આપતી અભ્યાસ ઉપરાંત અધિક અગત્યની વસ્તુ તરફ તેમણે લક્ષ આપ્યું. પેટલાદ બેંડિંગમાં એમને વાચન-વિચારણા અને જાતઘડતરને સારો મોકો હતો. સ્વ.મોતીભાઈ સાહેબે પૈસા કમાવાની લતાઓને ઠોકર મારી આદર્શ શિક્ષક થવાનું સ્વીકારેલું એટલે જાતઘડતર માટે એમણે પોતે જે પરિશ્રમ ઉઠાવેલો તે અનુભવ તે મેકળા મને વિદ્યાર્થીઓ આગળ ઠાલવતા, અને યોગ્ય દોરવણી ઉત્સાહપૂર્વક આપતા. તે પોતે પણ સમયને પૂરો કસ કાઢતા અને ખૂબ ચિંતનમગ્ન રહેતા. આવા પ્રેરણામૂર્તિ મળતાં એમના સરળ, કર્તવ્યપરાયણ અને સચ્ચાઈભર્યા સ્વભાવનો વિકાસ ત્વરિતPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60