Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 20
________________ [૧૭] આપણાં સંસારીનાં બધાં કામેામાં આ જ ધબડકા હોય છે; વાતા ડાહી ડાહી કરીએ પણ મન જ ચાખ્યું નહીં. તેને વારસામાં શું આપી જવું તેના વિચાર પણ મે કરી મૂકયો હતા; અને ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલુ ઉત્તમ છે તેના જેટલા ઉત્તમ વારસા કોઈ પણ પિતા પુત્રને આપી ન શકે એ મારા મનમાં સ્વાભાવિક રીતે કાઈ પૂર્વ કર્મોના બળે સ્ફુરેલું જાગ્રત રહેલું. તેથી પૈસાદાર તેને જોવાનાં સ્વમો મે કરેલાં નહીં; કારણ કે મેં જેને સારુ માનેલું તેવુ ઉત્તમ જીવન જ વારસામાં તેને મળે એવી મારી ઇચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવા પુત્ર થાય એવી મેં ઇચ્છા રાખેલી અને તે પ્રમાણે મારે આપણા પિતાએ અધૂરુ' મૂકેલું કામ પૂરું કરવું એમ પણ મનમાં હતુ અને હજી છે..." આમ પરમા` જ જીવનના કર્તાવ્યરૂપ લાગેલ એટલે જશભાઈ ૫-૬ વર્ષની ઉમ્મરના થતાં (બ્રહ્મચારીજી) અઠવાડિયે આશ્રમમાં આવતા એને બદલે પાસ લઈ દરરોજ રાત્રે આશ્રમમાં આવી સવારે આણુંદ જવાનું રાખ્યું. રાત્રે મોડા સુધી વાચનલેખન અને પરોઢિયે વહેલા ત્રણ વાગે ઊઠી પ્રભુશ્રી આગળ વાચનમાં રહેવાનું એટલે ઊધ ન પજવે અને પ્રમાદ ન થાય તે માટે સાંજના ખારાક પણ નજેવા રાખતા. પ્રભુશ્રીએ તે વિષે એક

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60